કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પલાંસની મહિલાનો સોનાનો હાર ઝૂંટનાર ઝડપાયો

પલાંસની મહિલાનો સોનાનો હાર ઝૂંટનાર ઝડપાયો

6.81 લાખનો મુદામાલ કબ્જે

સોનાના હારનો ઢાળિયો લેનાર સોની પણ પકડાયો

ટંકારા: તાલુકાના મીતાણા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી મહિલા તેના પિતાની સીએનજી રીક્ષામાં કુટુંબ સાથે લગ્ન પ્રસંગમાં જઈ રહી હતી ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલા સોનાના હારની ચીલ ઝડપ કરી હતી જે ગુનામાં એલસીબીની ટીમે ચીલ ઝડપ કરનાર અને સોનું લેનાર સોની સહિત કુલ બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સોનું, રોકડ અને વાહન સહિત કુલ મળીને 6.81 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.વાંકાનેરના પલાંસ ગામે રહેતા ધુનાબેન હકાભાઈ ગમારા (ઉ.30) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 30 થી 35 વર્ષના બાઈક ચાલક યુવાન સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી તેઓ પોતાના પિતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 7671 માં તેઓના પરિવારજન સાથે બેસીને હડાળા ગામે ફરિયાદીની માસીની દીકરીના ઘરે લગ્ન

પ્રસંગ હતો ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાનો પાંચ તોલાનો હારની ચીલ ઝડપ કરી હતી ત્યારે હાર તૂટી જવાના કારણે આ અજાણ્યો શખ્સ અંદાજે સવા બે તોલા સોનાના તૂટેલા હારને લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને 1,25,000 ની કિંમતના મુદ્દામાલની ચીલ ઝડપ કરવામાં આવી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે સંદીપભાઈ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે. રાજકોટ વાળાના ઘરે પહોચી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને ચીલ ઝડપ કરી હોવાનું કબૂલાત આપી હતી. અને ચીલ ઝડપ કરીને મેળવેલ સોનાના હારનો ઢાળિયો શ્રીકાંતભાઈ સોનીને વેંચી નાખ્યો હોવાનું સામે આવ્યું

હતું જેથી પોલીસે સોનાનો 22 કેરેટનો ઢાળિયો જેનું વજન 23.660 ગ્રામ અને કિંમત 3,31,000, સોનાનું વેચાણ કરીને સંદીપભાઈએ મેળવેલ રોકડા 3 લાખ રૂપિયા તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ બાઇક જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 6,81,000 ના મુદ્દામાલ સાથે આરોપી સંદીપભાઈ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે. રાજકોટ તથા શ્રીકાંતભાઈ હેમંતભાઈ સોની રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને બંને આરોપી તેમજ મુદામાલ ટંકારા પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઈ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!