મૃતક માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હતા
નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો
વાંકાનેર: અહીં નવાપરામાં પંચાસર રોડ પર રહેતા અને માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા શખ્સને માટેલ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે માટેલ ઢુવા રોડ અમરધામ મંદીર સામે રોડ ઉપર સામેથી ટ્રક વાળાએ મોટર સાયકલ સાથે અકસ્માત કરતા ગંભીર ઇજાઓ પહોંચાડતા મરણ ગયેલ છે, તો નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા પંચાસર રોડ શેરી નં.૧ માં રહેતા શ્રવણભાઇ ઉર્ફે, ગટુ મનિષભાઇ વિંઝવાડીયા (ઉ.વ.૨૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમે બે ભાઇઓ છીએ મોટો ભાઈ સુનિલ અને નાનો હું છું. મારા પિતા મનિષભાઈ વાંકાનેર માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હોઈ માર્કેટથી ઘરે આવવા જવા માટે 
સ્પલેન્ડર રજી નં. GJ-03-DL-2952 છે. તા. ૨૪/૦૧/૨૦૨૬ ના સાંજના મારા ફુઇના છોકરા ભાવીનભાઇનો ફોન આવેલ કે અમરધામ મંદિર સામે માટેલ રોડ ઉપર પિતાજી મોટર સાયકલ લઇને જતા હતા અને સામેથી ટ્રક વાળાએ એક્સીડન્ટ કરેલ છે, જેથી હું તથા મારા મિત્ર પ્રિન્સભાઇ બનાવ સ્થળે ગયેલ તો જાણવા મળેલ કે ટ્રક વાળો અકસ્માત કરી પોતાનો ટ્રક લઈને નાસી ગયેલ હતો અને મારા પિતાને
સારવાર માટે ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલે લઇ ગયેલ હોય ત્યાં ગયેલ, મારા પિતાજીને ઇમર જન્સી રૂમમાં રાખેલ હતા અને તેને માથામાં તથા મોઢાના ભાગે તથા જમણા હાથના ભાગે ઇજા થયેલ હતી અને મારા પિતાને ફરજ પરના ડોક્ટર સાહેબે મરણ થયાનું જાહેર કરેલ પોલીસ ખાતાએ બી,એન,એસ કલમ-૧૦૬(૧), ૨૮૧ તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મિજબા આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો
નવાપરા ખડીપરા વિસ્તાર રહેતો ગોવિંદભાઇ ઉર્ફે લાલો રણછોડભાઈ ડાભી (ઉ.35) વાળાને પોલીસ ખાતાએ નવાપરા નાકા પાસે જાહેરમાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા.૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધેલ છે….
