ટંકારામાં શાકભાજીનો થળા ધરાવતા એક શખ્સ પાસેથી ગાંજો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે…
જાણવા મળ્યા મુજબ ટંકારા મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે સબલો સલીમભાઇ સોલંકી સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો ભરેલ પ્લાસ્ટીકની નાની મોટી કોથળીયો નંગ-૧૭ જેમાં ભરેલ ગાંજો જેનુ ચોખ્ખુ વજન ૧૧૬ ગ્રામ જેની કિ.રૂ. ૧૧૬૦/- પોતાના કોટના ખીસ્સામા તથા પોતાના કબજા ભોગવટાવાળા શાકમાર્કેટના થળાનં-૧૮ માં રાખી તથા મજકૂરની અંગ ઝડતીમાંથી મળી આવેલ સેમસંગ એસ-૨૪ મોબાઇલ નંગ-૧ કી.રૂ.૩૦,૦૦૦/- તથા ગાંજાના વેચાણના રોકડા રૂપિયા ૨૦૦૦/- તેમજ
પોતાના રહેણાક મકાનના રૂમમા અમેરીકન ટુરીસ્ટર લખેલ થેલામાં વાદળી કલરના જબલામાં વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો જેનુ ચોખ્ખુ વજન ૧ કિલો ૩૧૯ ગ્રા મ જેની કિ.રૂ. ૧૩,૧૯૦/- તથા ગાંજો જોખવા માટે ઉપયોગમા લીધેલ વજનકાંટો નંગ-૧ કિ.રૂ ૫૦૦/ મળી માદક પદાર્થ ગાંજો જેનુ ચોખ્ખુ વજન ૧ કિ લો ૪૩૫ ગ્રામ જેની કી.રૂ.૧૪,૩૫૦/- તથા ઉપરોક્ત મુદામાલ મળી કુલ રૂપિયા ૪૬,૮૫૦ ના મુદામાલ સાથે પકડાઈ જતા ગુન્હો એન.ડી.પી. એસ એકટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦ (બી) મુજબ નોંધાયો છે…