કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઠીકરીયાળામાં પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મરણ

ઠીકરીયાળામાં પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મરણ

મૃતકનું પિયર વાંકાનેરનું કણકોટ

સમજાવટ બાદ કુવાડવા ખાતે એકાદ મહિનો રહેલ
સાસુના આડા સંબંધની જાણ થતા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના હાલ માર્કેટીગ યાર્ડ મંછાનગર રાજકોટ ખાતે રહેતા કોળી પરિવારની દિકરીને ઠીકરીયાળા લગ્ન કરેલ પરંતુ દીકરીના સાસુને આડા સંધબ હોય જે બાબતની દીકરીને જાણ થઇ જતા ત્યારથી તેના સાસુ તથા જમાઈ અવાર-નવાર નાની બાબતોમાં હેરાન પરેશાન કરતા હોય માનસીક ત્રાસ આપતા હોય જેના કારણે દિકરીએ આખરે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ છે….

જાણવા મળ્યા મુજબ મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના હાલ માર્કેટીગ યાર્ડ મંછાનગર રાજકોટ ખાતે રહેતા પ્રભાબેન રઘુભાઈ મોહનભાઈ સારદીયા (ઉ.વ.૪૩) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં પાંચ દિકરી- દિકરાઓ છે. પાંચેક વર્ષ પહેલા ગોવિંદભાઈ સોરાણી રહે. ઠીકરીયાળા વાળાના દિકરા હરેશ સાથે મારી દિકરી શીતલના લગ્ન થયેલ હતા. આજથી બે વર્ષ પહેલા મારી દિકરી શીતલને તેના સાસુ લીલાબેનને સુખાભાઇ દેગામા સાથે આડા સંબંધ હોવાની જાણ થતા એણે અમારા જમાઇને વાત કરતા જે

તેના સાસુ તથા તેના પતિને સારૂ નહી લાગતા મારી દિકરીને ઘરમાં હેરાન પરેશાન કરતા તેમજ નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારતા હોય ઝઘડો કરતા હોય આજથી આશરે એકાદ વર્ષ પહેલા મારી દિકરીને ડિલેવરી આવતા તેને સંતાનમાં દિકરાનો જન્મ થયેલ, મારી દિકરી શીતલ સાથે તેના પતિ તથા સાસુએ મારકુટ કરતા ચોટીલા ખાતે સારવાર માટે લઇ ગયેલ હતા, અને બાદ

દિકરી તથા ભાણેજને રાજકોટ ખાતે મારા ઘરે લઈ આવેલ હતી. બાદ તેના સાસુ લીલાબેન અમારા ઘરે આવેલ અને અમારી સાથે ઝઘડો કરી અમારા ભાણેજને લઈ ગયેલ હતા, અને બાદ અમોએ મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા અમારા ભાણેજને મારી દિકરીને પરત આપેલ અને બાદ મારા દિકરી શીતલના કાકાજી સસરા ધીરૂભાઈ તથા તેમના પત્નિ બન્ને અમારા ઘરે આવતા ઘરમેળે સમજાવટ કરેલ અને ‘મારી દિકરી શીતલ તથા તેના પતિ બન્ને અલગ રહેવા જતા રહેશે’ તેમ વાત કરેલ અને દિકરીને તેડી ગયેલ અને બાદ મારી દિકરી શીતલ તથા જમાઇ હરેશ બંન્ને કુવાડવા ખાતે એકાદ મહિનો રહેલ, ફરી ઠીકરીયાળા ખાતે લઇ ગયેલ હતા, અને

આ દરમ્યાન પણ મારી દિકરી શીતલને હેરાન પરેશાન કરતા અમોને ફોન પણ કરવા દેતા ન હતા, અને બાદ ગઈ કાલ સાંજના મારી દિકરી શીતલે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધેલ હું, મારા પતિ તથા મારા દિકરા સતીષ સાથે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આવતા મારી દિકરી શીતલે તેના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હોવાની જાણ થયેલ હતી. પોલીસ ખાતાએ ઠીકરીયાળાના (1) હરેશભાઈ ગોવિંદભાઈ સોરાણી અને (2) લીલાબેન ગોવિંદભાઇ સોરાણી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ – ૧૦૮, ૮૫, ૫૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…..

Content Copying Forbidden !!

error: Content is protected !!