વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે…


તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી (દશેરા) ના પાવન દિને અત્રે દિવાનપરા ખાતે આવેલ શ્રી રાજવીર ભગવાનજી ખુશાલચંદ લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત લોહાણા સમાજને સહ પરિવાર સાથે સમુહ પ્રસાદ તથા જ્ઞાતિ ગંગાના દર્શનમાં પધારવા રઘુવંશી સમાજના સર્વે સર્વા અને ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, બટૂકભાઇ બુધ્ધદેવ તથા સુનિલભાઈ ખખ્ખર દ્વારા સમસ્ત લોહાણા સમાજને સમયસર પધારવા સંયુકત યાદીમાં જણાવ્યું છે…

બહેનો માટે સાંજે ૬ કલાકથી તેમજ ભાઇઓ માટે ૭-૩૦ કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે તો સર્વે જ્ઞાતિ બંધુઓને સમયસર પધારવા પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરાએ જણાવેલ છે. તેમજ સ્વયંમ સેવક ભાઇઓ-બહેનોએ સાંજે ૫ કલાકે મહાજનવાડી ખાતે ઉપસ્થિત રહેવા જણાવેલ છે…