કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

અમરાપર પાસે બાઈક સ્લીપ

મોરબી: સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરા ટેવજીદાદા ની દિવ્ય પ્રેરણાથી બાબરીયા સુરાપુરાધામ ટંકારા દ્વારા કોળી ઠાકોર સમુહલગ્નોત્સવ આવતીકાલ તા. 10 મંગળવાર ના રોજ મોરબી જીલ્લાના ટંકારા ગામે બાબરીયા સુરાપુરાધામ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જાન આગમન સવારે 6:30 કલાકે, સામૈયા સવારે 7:15 કલાકે, હસ્ત મેળાપ સવારે 10:15 કલાકે, ભોજન પ્રસાદ બપોરે 11 કલાકે અને વિદાય બપોરે 10:30 કલાકે. આ સમુહ લગ્નમાં 26 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. આ તમામ દિકરીઓને કરિયાવરમાં ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી સંપુર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ધર્મસ્થાનોના સાધુ-સંતો, ભકતો અને દરેક ક્ષેત્રના સમાજશ્રેષ્ઠીઓ, જ્ઞાતિરત્નો, અનેક સામાજીક રાજકીય મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે બાબરીયા સુરાપુરાધામ સેવકગણ કમિટીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવેલ.

અમરાપર પાસે બાઈક સ્લીપ
ટંકારા: તાલુકામાં આવેલ અમરાપર ગામ પાસેથી બાઈકમાં અચાનક કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં કાદરીયાભાઈ વેસાકીયાભાઇ બામણીયા (ઉ.૩૦), લાલુબેન કાદરીયાભાઈ (ઉ.૨૫) અને અસ્મિતા (ઉ.૦૪) રહે. સાવડી તા.ટંકારા ને ઇજા થતા સારવાર માટે લઈ જવાયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!