ધારાસભ્યો માટેલધામમાં ધ્વજારોહણ પ્રસંગે સ્થાનિક ઉધોગકારોએ મજૂરો મારફત રોડની સફાઈ કરાવી
આજે મોરબી જિલ્લાના ભાજપના ધારાસભ્યોની જીત થતા માટેલ મંદિરે મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી ધારાસભ્યોની આગતા સ્વાગતા કરવા સ્થાનિક ઉધોગકારોએ માટેલ રોડની સફાઈ કરાવી હતી અને મજૂરો દ્વારા માટેલ રોડની સફાઈ કરાવી ચોખ્ખોચણાક કરી નાખ્યો છે.
મોરબી, વાંકાનેર, ટંકારા અને હળવદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવતા મોરબીના નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા નવનિયુક્ત ધારાસભ્યોની હાજરીમાં માટેલના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના ધ્વજારોહણ કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા કાલે આજે મોરબી માળીયા બેઠક ઉપર વિજેતા બનેલા કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર બેઠક ઉપર વિજેતા બનેલા જીતુભાઇ સોમાણી, ટંકારા બેઠકના દુર્લભજીભાઈ દેથરીયા અને હળવદ બેઠક ઉપર વિજેતા બનેલા પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં માટેલ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે નૂતન ધ્વજારોહણ સાથે મહાપ્રસાદ યોજાશે.તેથી ધારાસભ્યના આગમનને લઈને માટેલ રોડ પરના ઉધોગકારોએ જાતે જ મજૂરોને કામે લગાડીને માટેલ રોડની સફાઈ કરાવી હતી.