વાંકાનેર: માટેલ ગામની સીમમા આવેલ એક કારખાના પાસેથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની 13 બોટલ સાથે પોલીસે પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ માટેલ ગામની સીમમા આવેલ ઈટાલીકા કારખાના પાસેથી ખોડાભાઈ ગોંવિદભાઈ ટોટા જાતે ભરવાડ (ઉ.વ.૨૧) રહે. માટેલ શીતળાધાર તા.વાંકાનેર વાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય પરપ્રાંત બનાવટની મેકડોલ્સ નંબર-૦૧, ડીલક્ષ વ્હીસ્કી શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ કી.રૂ.૪૫૦૦/- વાળી મળી આવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. અના.પો.કોન્સ જયદીપસિંહ હરીસિંહ રાઠોડે પ્રોહી. એક્ટ કલ૬૫(એ)(એ), ૧૧૬(બી)મુજબ ગુન્હો નોંધેલ છે…
ઉપરાંત વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા કિરીટ અંબારામભાઇ સરવૈયા અને ઢુવા વરમોરા સીરામીક પાસે ઓરડીમાં રહેતા ગીતાબેન ગોરધનભાઈ માથાસુરીયા અને સરતાનપરના નવઘણ ગોવિંદભાઇ સરાવાડીયા પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી થયેલ છે…