કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

45 ગામોની મસ્જિદમાં આયોજન થયું

વાંકાનેર: મોમીન સમાજના ધર્મગુરૂ અને કુત્બે કાઠિયાવાડ તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાસાહેબ ચંદ્રપુર શરીફના યોમે વિલાદતની ખુશીના પવિત્ર દિવસ 18 રમઝાનના રોઝ વાંકાનેરના અલગ અલગ ગામોની 45 મસ્જિદોની અંદર તેમના અનુયાયીઓ (મુરિદો )દ્વારા મેગા ઇફતારીનું આયોજન કરાયું હતું. મોમીન સમાજના હજારો લોકોએ આ ખાસ દિવસની ખુશીમાં એક સાથે રોઝા ખોલ્યા હતા. આમાથી કેટલાય ગામોની અંદર મસ્જિદની સાથે સાથે ગામના તમામ ઘરો સુધી ઇફ્તારી કીટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોમીનશાહ બાવાસાહેબ માટે કહેવામાં આવે છે કે તેમણે પોતાની જિંદગી દરમિયાન એમના દરવાજે મદદની આશાએ આવેલ કોઈપણ વ્યક્તિને ખાલી હાથ પરત મોકલતા ન હતા. આજ પરંપરા દરગાહ શરીફના હાલના ગાદીપતિ પીર સૈયદ વિઝારતહુસેન બાવા સાહેબે પણ બરકરાર રાખી છે. આ ઇફ્તાર કાર્યક્રમની અંદર અસંખ્ય નાના બાળકોથી લઈને વડીલો સામેલ થયા હતા. બધાએ સાથે મળીને મોમીનશાહ બાવાની બારગાહમા ખિરાજે અકીદત પેશ કરી હતી. આજના કાર્યક્રમ દ્વારા તેમની જીંદગીના એ જ સંદેશને સેવા અને એકતાને આગળ વધારવાનો પ્રયત્ન તેમના નાનીગાદીના અનુયાયીઓ અને મારવેલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની અંદર તીથવા, વાલાસણ, પીપળીયારાજ, અરણીટીંબા, ટંકારા, લજાઈ, અમરસર, રાજાવડલા, સિંધાવદર, પ્રતાપગઢ, નવી ક્લાવડી, જુની ક્લાવડી, વીડી ભોજપરા, ખીજડીયા, ખેરવા, સણોસરા, ગુલશન પાર્ક, સરધારકા, અમરાપર, ટોળ, કોઠારીયા, રાતીદેવરી, પંચાસીયા, વાંકિયા 3, રાણેકપર, વઘાસિયા, પંચાસર, મોટા ભોજપરા, દલડી, ધમલપર, લુણસરીયા, વાંકાનેર શાહબાવા દરગાહ, કેરાળા, ભલગામ, મેસરિયા, સમઢિયાળા, ગારીડા, કાનપર, મહીકા, કોઠી, જોધપર, રસીકગઢ, લીંબાળા, લાલપર, ચંદ્રપુર જેવા ગામોની અંદર યોજાયો હતો.ખાસ નોંધવા જેવી વાત એ છે કે સમગ્ર કાર્યક્રમ ગામે ગામ સ્વયંભૂ યોજવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!