કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મેહુલ શાહે નિવાસ સ્થાન પર ઈસરોનું બોર્ડ મારેલ

જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ

વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે
નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચર્ચા

વાંકાનેર: સંદેશના અહેવાલ અનુસાર જે એપાર્ટમેન્ટમાં મેહુલ શાહ રહે છે તેના આસપાસના રહીશો દ્વારા ૨૦૨૨માં ઈસરોને મેઈલ કરેલ અને જણાવેલ કે ઈસરોના નામના બોર્ડ લગાવી મેહુલ શાહ નામનો ઈસમ શંકાસ્પદ જણાય છે. પરંતુ તે દિશામાં તપાસ કરવામાં આવી નથી. જો તપાસ હાથ ધરવામાં આવી હોત તો છેલ્લા બે વર્ષમાં જે કૌભાંડો આચાર્યા છે તે કદાચ અટકી શક્યા હોત…૨૦૧૮માં સ્કૂલ ભાડે રાખી વાંકાનેરમાં તેને પગપેસારો કર્યો હતો. હાલ તેની માતા ફલેટને તાળા મારી પલાયન થઈ ગયાનું જાણવા મળે છે. અમદાવાદમાં રેવન્યુ વિભાગમાં ઉચ્ચ અધિકારી બની લોકોને શીશામાં ઉતારે તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. વાંકાનેરમાં કીડ્ઝલેન્ડ નામની ઇંગ્લીશ મીડિયમ શાળાના માલિક ચિરાગભાઈ પૂજારા પાસેથી ર૦૧૮ માં શાળા ભાડે રાખીને શહેરમાં પગપેસારો કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે અનેક પ્રકારની એક્ટિવઝ કરાવી યેનકેન પ્રકારે ફી સિવાયના પૈસા ઉઘરાવવાની શરુઆત કરી હતી. મળતી માહિતી મુજબ મેહુલ શાહના માતા પ્રતાપ ચોક ખાતે શ્રીજી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા ફ્લેટના તાળા મારી ત્રણેક જેટલા બેગ બિસ્ત્રા સાથે એક દો તીન થઈ ગયા હતા. પોલીસ દ્વારા વાંકાનેરમાં સ્ટાફ, સ્કૂલ વાહન ચાલકો તેમજ તેમના મળતિયાતોની તપાસ કરવામાં આવે તો હજુ અનેક કૌભાંડો બહાર આવી શકે છે…મેહુલ શાહ દ્વારા તલાટી મંત્રી, પોલીસ કોન્સ્ટેબલ સહિતની સરકારી નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની શહેરમાં ચર્ચા થઈ રહી છે સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એકેડમી પણ શરૂ કરી હતી. જેમાં પણ ચોટીલાના ૧૧ વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળે છે. બે વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર ડિપ્લોમા ફાર્મસી કોલેજમાં એડમિશન માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવેલ પરંતુ લાંબો સમય સુધી એડમિશન પ્રક્રિયા થયેલ નહિ. અંતે વાલીઓ દ્વારા સુરેન્દ્રનગરમાં તપાસ કરવામાં આવતા સુરેન્દ્રનગરમાં ડિપ્લોમા ફાર્મસી કોલેજ ન હોવાનું જાણવા મળેલ. આમ આવા અનેક ગપગોળા સાથે અનેક લોકોને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની વાત બહાર આવી છે…તે શહેરમાં છેલ્લા છ વર્ષથી kidzland શાળા ભાડે રાખી ચલાવે છે, બાદમાં છેલ્લા બે વર્ષથી જ્યોતિ વિદ્યાલય પણ ભાડે રાખીને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવેલ. જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ ૧૦ ની માન્યતા મળેલી નથી. છતાં ગત વર્ષે ધોરણ ૧૦ ના સાત વિદ્યાર્થીઓને એડમિશન આપી અભ્યાસ કરાવેલ, પરંતુ માન્યતા ન હોય બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા થયેલ નહિ. તેથી જિલ્લા શિક્ષણ વિભાગની રહેમરાહ હેઠળ અન્ય શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આવેલ હતી. આટલેથી નહિ અટકી ચાલુ વર્ષે પણ ધોરણ દસમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે…શિક્ષણ સંસ્થા ચલાવતા આ શખ્સ બોલવામાં માહિર હોવાથી ભલભલાને ભરમાવી દેતો હતો. અને ઉછીના પૈસા માંગી સામે ચેક આપતો પરંતુ મુદત પૂરી થયે ઉઘરાણી કરવામાં આવે તો ફોન ઉપડે નહિ અથવા તો ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવતો હતો. જે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા પારુલ શાહ વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે…હાલ કીડ્સલેન્ડ સ્કૂલમાં દોઢ સોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
હાલ કીડ્સલેન્ડ સ્કૂલમાં દોઢ સોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સ્કુલના માલિક ચિરાગભાઈ પૂજારા દ્વારા જણાવાયું હતુ. મેહુલ શાહના કાળા કારનામાનો ભાંડો ફૂટી જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.મેહુલની માતાએ વાલી મીટીંગ બોલાવી હતી, તેવા સમયે ચિરાગભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતા જો કે પારૂલબેનની સૂચક ગેરહાજરી હતી. વાલી મીટીંગમાં હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓના ભાવિનો મુદ્દો ઉછળ્યો હતો. ત્યારે સ્કૂલ માલિક પૂજારાએ વાલીઓને જણાવ્યું હતું કે તમે શાળાની ફી ભરી હતી તેથી વર્ષનો બાકીનો અભ્યાસ કોઈ નવેસરથી ફી ભરવાની રહેતી નથી પરંતુ સ્કૂલ વાહનો માટેનો ખર્ચ વાલીઓએ ભોગવવાનો રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પૂજારાએ વાલીઓને જણાવ્યું હતું….જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ
જ્યારે બીજી જ્યોતિ વિદ્યાલયના માલિકનો સંપર્ક કરવામાં આવેલ પરંતુ થઈ શકેલ નથી. તેમાં પણ ર00 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે પરંતુ તેમાં મહત્વની બાબત એ છે કે જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ દસના અભ્યાસ ક્રમની માન્યતા નથી તો ધોરણ દસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ અદ્ધરતાલ થઈ ગયા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!