કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ તરફથી દૂધ ભરી મોરબી મયુર ડેરીમાં ખાલી કરવા જતાં દુધ ભરેલ મીની ટેન્કર નં. GJ 17 UU 3416 જડેશ્વર રોડ પર આજરોજ શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ રાર્તીદેવરી ગામથી આગળ પહોંચતા જ ટેન્કરમાં અચાનક આગ લાગી હતી, જેમાં સદનસીબે ડ્રાઇવર તાત્કાલિક નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!