કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કમનસીબી! પાલિકાના કામોના ટેન્ડર કોઈ ભરતું નથી

15-15 પ્રયત્ન કરવા પડે છે

વાંકાનેર: ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર કોન્ટ્રાક્ટરો પાસેથી નીચેના કામના ઓનલાઈન ટેન્ડર માંગવામાં આવેલ છે.


(1) દેવી પૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્મશાનધાટ બનાવવાનું કામ (15 મો પ્રયત્ન) 16. 81 લાખ (2) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આઝાદ ગોલા શેરી, રાજ હાર્ડવેર શેરીમાં સી.સી. રોડ તેમજ સરકારી હોરિપટલ પાછળ બૉક્સ કલવર્ટ કરવાનું કામ (14 મો પ્રયત્ન) (9.20 લાખ) (3) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ રોડ રીસરફેસિંગ યોજના અંતર્ગત સી.બી. રોડ, પેવર બ્લોક રોડ તથા ડામર રોડ રિપેરિંગ કરવા માટેની વાર્ષિક કામગીરી. (11 મો પ્રયત્ન) (4) સને ૨૦૨૩-૨૪ વર્ષની ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત મિલપ્લોટ ચોકમાં સર્કલ અને હાઇમાસ્ટ ટાવરનું કામ (8 મો પ્રયત્ન) (3.32 લાખ) (5) વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ (Source Segregation) સાથે કલેક્શનનો કચરો એકત્રિત કરી નગરપાલિકા લેન્ડ ફિલ સાઇટ ઉપર પરિવહન કરવાનું કામ (6 ઠ્ઠો પ્રયત્ન) (175.83 લાખ) (6) સને ૨૦૨૩-૨૪ વર્ષની સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકાના વિસ્તારના જુદા-જુદા વિસ્તારમાં ટોઈલેટ બ્લોક બનાવવાનું તથા રિનોવેશન કરવાનું કામ (5 મો પ્રયત્ન) (63.03 લાખ)

(7) સને ૨૦૨૨-૨૩ વર્ષની ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકામાં એસ. આર. ના પમ્પ પાસે આવેલ સ્મશાનમાં ડેવલપમેન્ટ કરવાનું કામ (5 મો પ્રયત્ન) (35.80 લાખ) (8) સ્વભંડોળ અંતર્ગત વાંકાનેર નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારમાં ડામર રોડ બનાવવાનું કામ (4 થો પ્રયત્ન) (36.14 લાખ) (9) મનોરંજનકર યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકાની પંચસીલ સોસાયટીમાં બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ (4 થો પ્રયત્ન) (20.77 લાખ) (10) સને ૨૦૨૨-૨૩ વર્ષની ૧૫મું નાણાપંચ (ટાઈડ) યોજના અંતર્ગત ગાયત્રી મંદિર ટેકરી પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટ તથા મચ્છુ ડેમ-૧ ફિલ્ટર પ્લાન્ટમાં પંપિંગ મશીનરી, MS-DI પાઈપલાઈન, પમ્પ રૂમ તથા ફીલ્ટર પ્લાન્ટ રિનોવેશન કરવાની કામગીરી. (3 જો પ્રયત્ન) (52.84 લાખ) (11) સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારમાં Garbage Vulnerable Point (GVP) ડેવલપમેન્ટ કરવાનું કામ (2 જો પ્રયત્ન) (6.61 લાખ) (12) સને ૨૦૧૯-૨૦ વર્ષની મનોરંજનકર યોજના અંતર્ગત અમરસિંહજી સ્ટેચ્યુ રિનોવેશન કરવાનું કામ (2 જો પ્રયત્ન) (11.55 લાખ) (13) દેવીપૂજક વાસમાં મચ્છુ નદી કાંઠે આર.સી.સી. ભુમી સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ (14 મો પ્રયત્ન) (10.70 લાખ) (14) સને ૨૨-૨૩ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી..૮૮) અંતર્ગત પેવીગ બ્લોક પાથવે એલઈડી સ્ટ્રીટ લાઈટ, રોડ ડિવાઈડર અને આસ્ફાલ્ટ રોડ બનાવવાનું કામ (8 મો પ્રયત્ન) (137.91 લાખ) (15) સને ૨૦૨૨-૨૩ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી..૮૮) અંતર્ગત સ્ટ્રીમ વોટર ડ્રેઇનનું કામ (આર.આર.સીસી.NP3) (7 મો પ્રયત્ન) (137.91 લાખ)


ઉપરોકત કામોના ભાવો ઓનલાઈન ટેન્ડરથી મંગાવવામાં આવેલ છે. ટેન્ડર તા.૧૦/૦૮/૨૦૨૪ થી ઓનલાઈન જોઈ શકાશે. ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તા.૧૭/૦૮/૨૦૧૪ના ૧૮:૦૦ કલાક સુધી છે અને ફિઝીકલ ડોકયુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તા: ૨૧/૦૮/૨૦૨૪ના ૧૧:૦૦ કલાક સુધી છે. ઓનલાઈન ટેન્ડર શક્ય હશે તો તા.૨૨/૦૮/૨૦૨૪ના ૧૧.૦૦ કલાકે ખોલવામાં ખાવશે. સદરહુ કામના ટેન્ડર ડોકયુમેન્ટને લગતી વધુ માહિતી માટે https://tender.nprocure.com/ પર લોગ ઓન કરવું અથવા વાંકાનેર નગરપાલિકાના બાંધકામ શાખાની સંપર્ક કરવો, ટેન્ડર મંજૂર તથા ના-મંજૂર કરવાનો હક વાંકાનેર નગરપાલિકાને અબાધિત રહેશે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!