બીમારી સબબ યુવાનનું મોત
વાંકાનેર: પત્ની સાથે ઘરમાં કંકાસ થતા યુવાન પિતાના ઘરે જવાનું કહી ગુમ થઈ ગયેલ હતો જેથી યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપતા હાલમાં તે યુવાન હેમખેમ મળી આવેલ છે…
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે ગુલાબનગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગાંડુભાઈ સોલંકી (44)એ થોડા દિવસો પહેલા તેનો દીકરો રાહુલ લક્ષ્મણભાઈ સોલંકી (23) ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, રાહુલને તેના પત્ની સાથે ઘરમાં કંકાસ થતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને પિતાના ઘરે જાવ છું તેવું કહીને
નીકળ્યા બાદ તે ગુમ થઈ ગયેલ હતો માટે તેને પરિવારજનો શોધી રહ્યા હતા પોલીસ પણ તે યુવાનને શોધી રહી હતી તેવામાં આ યુવાન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકના માટેલથી મળી આવેલ છે તેવું બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.આર. સારાદિયાએ જણાવ્યુ છે…
બીમારી સબબ યુવાનનું મોત
વાંકાનેર હાઇવે માટેલ રોડ ઉપર આવેલ સ્પોલો સિરામિક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અભિષેકભાઈ મનોજભાઈ જૈન નામના 30 વર્ષના યુવાનનું તેના લેબર ક્વાર્ટર ખાતે બીમારી સબબ મોત થયુ હતુ અને મોડીરાત્રીના તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું. મોરબી પોલીસ દ્વારા આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી…