કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા શૈક્ષણિક કાર્યની વર્ગ મુલાકાત વખતે જોડાયા હતા….

દરેક વર્ગમાં બાળકો તથા શિક્ષકો સાથે શૈક્ષણિક ચર્ચાઓ કરી. સરકારશ્રીના નોમ્સ મુજબ થતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને શાળામાં થતી કામગીરીનું ધારાસભ્યએ પ્રત્યક્ષ નિદર્શન કર્યું. વિવિધ કાર્યક્રમોના ફોટોગ્રાફ તથા વિવિધ ફાઈલો તેમજ આપત્તિ અને વ્યવસ્થાપનની

વ્યવસ્થા, શાળાની વિજ્ઞાન લેબ, ગાણિતિક પ્રવૃત્તિના સાધનો , શાળામાં બનાવેલા વિવિધ વિશાળ ચિત્રોનું નિદર્શન, આરોગ્ય સુવિધા સાધનો, ગ્રાન્ટમાંથી ખરીદેલ રમતગમતના સાધનો, સ્માર્ટ ક્લાસ નિદર્શન તથા સ્માર્ટ ક્લાસ ઉપયોગ કરતા બાળકો અને ધોરણ ૧ થી ૮ માં

થતી તમામ પ્રવૃત્તિઓ તથા ફાઈલો અને ફોટોગ્રાફ તેમજ ગ્રાન્ટમાંથી ખરીદી કરેલી  વસ્તુઓનું નિદર્શન કરવામાં આવ્યું. મુલાકાત સમયે હાજર એસ.એમ.સી. કમિટીના સભ્યો, વાલીઓ અને શિક્ષકો સાથે ખૂબ વાતો કરી, ધારાસભ્યએ શિક્ષણમાં ખૂબ જ પ્રગતિ કરતા રહો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!