વાલાસણ ગામમાં પાણીનો મોટો પ્રશ્ન
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા પણ જોડાયા
વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મુલાકાતે ગયા હતા અને ગામમાં મોટી સંખ્યામાં આવેલા ગામ લોકો અને આગેવાનોને સાંભળ્યા હતા તેમજ ગામની સમસ્યા વિશે માહિતી મેળવી હતી, લોકોનાં પ્રશ્નોના નિરાકરણ માટેની ગ્રામજનોને ખાત્રી પણ આપી હતી.
ખાસ કરીને હાલ વાલાસણ ગામમાં પાણીનો મોટો પ્રશ્ન છે. ત્યારે આ પૂર્વે ગામમાં પાણીની સમસ્યાનો નિરાકરણ લાવનાર ગામના પૂર્વ સરપંચ ઇસ્માઇલ કડીવારને ગામ લોકોએ પાણીના પ્રશ્ન યોગ્ય કરવાની વિનંતી કરતા તેઓએ ખાસ ધારાસભ્યને રજૂઆત કરી હતી અને ધારાસભ્યએ ગામને મુલાકાત લઈને
આગેવાનો અને ગામ લોકો પાસેથી ગામની સમસ્યા સાંભળી હતી આ વાલાસણ ગામની મુલાકાતમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે મોરબી જિલ્લા

પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા પણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ કડીવાર દ્વારા તેમના ઘરે


કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તમામ સમાજ અને ધર્મના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો


