કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી?

અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે
હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત
મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે

એ ખરું છે કે નોન-વેજને ધર્મ સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન એ છે કે શું દરેક મુસ્લિમ નોન-વેજ ખાય છે અથવા શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી?

 

દુનિયામાં ૩૧.૫૦ ટકા ખ્રિસ્તી અને ઈસ્લામને અનુસરનારાઓ ૨૨.૩ર ટકા છે, જેમાંના મોટા ભાગના નોન-વેજ ખાનારા છે. સૌથી વધુ નોન-વેજ ચીનમાં (૯૬.૩ ટકા), અમેરિકામાં (૯૬.૧ ટકા) અને જાપાનમાં (૯૪.૯ ટકા) ખવાય છે. ભારતમાં ૨૮.૮૫ ટકા માંસાહારી છે. ભારતમાં ૭૯.૮ ટકા હિન્દુ અને ૧૭.૨ર ટકા મુસ્લિમ છે. ઘડીભર માની લઇએ કે ભારતના તમામ મુસ્લિમો નોન-વેજ ખાય છે, તો પણ ૧૧.૬૩ ટકા લોકો મુસ્લિમો સિવાયના અન્યો નોન-વેજ ખાય છે. તેલંગાણામાં ८८.७ ટકા, પશ્ચિમ બંગાળમાં ૯૮.૫૫ ટકા, ઓરિસ્સામાં ૯૭.૩૫ ટકા અને કેરાળમાં ૯૭ ટકા માંસાહારી છે. જ્યારે તે રાજયોમાં મુસ્લિમોની ટકાવારી એટલી નથી. ભારતમાં કેરલ અને ૫. બંગાલમાં ગૌ હત્યા માટે કોઈ સજા નથી. રજીસ્ટાર જનરલ ઓફ રિવિલ્સ ઈન્ડિયા ૨૦૧૪ના સર્વે મુજબ ગુજરાતના ૬૧.૮૦ ટકા વસ્તી શાકાહારી અને ૩૯.૦૫ ટકા માંસાહારી છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિને નોન-વેજ પાછળ ૧૩.૯૪ પૈસા અને શહેરી વિસ્તારમાં ૧૮.૩ર પૈસા ખર્ચાય છે.

ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૮૯ ટકા હિન્દુઓ અને ૯.૩ ટકા (એટલે કે ૫૮,૪૬,૭૬૧) મુસ્લિમો છે. ઘડીભર માની લઈએ કે ગુજરાતના તમામ મુસ્લિમો નોન-વેજ ખાય છે, તો પણ મુસ્લિમો સિવાયના અન્યો નોન-વેજ ખાય છે. મતલબ ગુજરાતની ૬,૦૩,૮૩,૬૨૮ ની વસ્તીમાંથી ૨,૩૮,૫૧,૫૩૩ લોકો માંસાહારી છે. બીજા શબ્દોમાં કહીએ તે ગુજરાતમાં અંદાજે સાડી અઠાવન લાખ મુસ્લિમો છે અને માંસાહારીઓ બે કરોડ સાડી આડત્રીસ લાખ છે. મુસ્લિમો સિવાયના એક કરોડ એસ્સી લાખ લોકો માંસાહારી છે. અર્થાત ગુજરાતમાં જે બધા જ મુસ્લિમોને માંસાહારી ગણવામાં આવે તો તેની વસ્તીના અંદાજે ત્રણ ગણા લોકો અન્ય ધર્મના પણ માંસાહારી છે.

માત્ર મુસ્લિમો જ માંસાહારી હોતા નથી. અન્યો પણ માંસાહારી હોય છે. ઘરનાથી છાનામાના નોન-વેજ ખાનારા અને સમાજમાં શાકાહારી હોવાનો ડોળ કરનારા ઘણા મુસ્લિમ સિવાયના અન્યો પણ છે જ, એ ઉપરના આંકડા દર્શાવે છે. વળી દરેક મુસ્લિમો માંસાહારી હોતા નથી અને જે માંસાહારી છે તે બધા ગૌ હત્યારા હોતા નથી. તેમને ગૌ હત્યારાની ઘૃણાની નજરથી જોવાની જરૂર નથી. ઇસ્લામમાં માંસાહારી બનવું ફરજીયાત નથી. હિન્દુ ભાઈઓએ આ વાત જાણવી જરૂરી છે.

હવે સ્થાનિક વાત પર આવીએ. મચ્છુ નદીનાં કાંઠે કેરાળા ગામમાં અસ્તા પીરની દરગાહ છે. ગાયનું ધણ લુંટીને જતા લુંટારા સામે ધીંગાણામાં તેમણે શહીદી વ્હોરી હતી. બીજો દાખલો કચ્છના હાજીપીરનો છે. ૧૯૭૩ માં યુનિવર્સિટીની કોલેજની કબ્બડીની ટીમની દ્વારકા મુકામે હરિફાઈ હતી. કોલેજની ટીમમાં આ કલમ લેખક હોઈ દ્વારકા ગયેલો. દ્વારકા એટલે હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ અને આ પવિત્ર ગામમાં એક મુસ્લિમ છતાં મનમાં આદર એટલે નોન-વેજ હોટલમાં બજારમાંથી કોઈ ન જુએ તે માટે ફેમિલી કેબીનમાં બેસવાના નિર્ણય સાથે કેબીનનું બારણું ખોલી જેવો અંદર દાખલ થયો તો બે ભગવાધારી કપાળમાં મોટા ટીલા સાથે ખાતા હતા. ખૂબ જ આંચકો લાગ્યો.
૧૯૭૫ માં અમદાવાદમાં મુનિશ્રી જ્ઞાનચંદ્રજી મહારાજે ગૌ હત્યા સામે એક દિવસના ઉપવાસ માટે હાકલ કરેલી. મુનિશ્રી સંતબાલજી મારા ગામના એટલે કે ટોળ ગામના. પ્રતિક ઉપવાસમાં હજારો હિન્દુ કાર્યકરો સાથે બે મુસ્લિમો પણ જોડાયેલા, જેમાંના એક અમદાવાદના કુરેશી ભાઈ હતા અને બીજા આ કલમ લેખક ખુદ હતા.

વાંકાનેર તાલુકામાં વસતા મોમીન ભાઈઓને મુખ્ય ધંધો ખેતી છે. મુસ્લિમ કોમની છાપ ઝઘડાળુની પ્રવર્તમાન છે. પરંતુ જેઓ મોમીન કોમને નજીકથી જાણે છે તેમને ખબર છે કે મોમીન કોમની પ્રકૃત્તિ ઝઘડાળુ નથી. બલકે લડવા- ઝઘડવાથી કાયર છે. મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે. મોમીનોને ગાય પ્રત્યે કોઈ નફરત નથી.

માંસાહારી હોવા છતાં ઘણા બલકે લગભગ બધા એવા મોમીનો છે કે જેઓ મોટાનું (ગાય- ભેસનું) માંસ ખાતા નથી. તેમને ધંધો ખેતી છે. ગાય એ ખેતી એ માટે ઉપયોગી પ્રાણી છે. દૂધ ઉપરાંત તેમની ઓલાદ, છાણ, મૂત્રની અગત્યતા મોમીન ખેડૂત પણ જાણે છે. અરે, સારી ગાય કે ભેંસ જે કુદરતી રીતે મરી જાય તો મોમીન ઘરની સ્ત્રીઓને શોક લાગે છે અને ખાવું પણ ભાવતું નથી. આપ્તજન ગુજરી ગયા હોય તેમ આડોશી- પાડોશી મોમીનને ઘરે આ માટે સાંત્વના પાઠવવા આવે છે. ગામડાની – આ સંસ્કૃતિ છે. મોમીન કિશાનને મહેનત કરીને ઉગાડેલી મોલાતને રંજાડ કરીને ચરી ખાતું કોઈ પણ પ્રાણી (ગાય- ભૂંડ) હોય તેની સામે માત્ર વાંધો છે. અન્ય તાલુકાઓમાં જેમ મુસ્લિમો સિવાયના પટેલ, કોળી કે અન્ય કોમના ખેડૂતોને જેમ વાંધો છે તેમ જ અને તેટલો જ.

આમ છતાં વાંકાનેરના કોઈ મોમીન -ખેડૂતને શેઢે કુદરતી રીતે ગાય મરે- જેમાં તે મોમીનને અડધો ટકોયે વાંક ન હોય છતાં ભૂતકાળમાં તેમને ભાગે સહન કરવાનું બન્યું છે. મોમીને ગાયને મારી નાખી, તેવું ખોટું આળ ચઢાવનારાઓએ- ગાય માતા અને ધર્મના નામે ખોટો હોબાળો મચાવનારાઓએ- ધાર્મિક ઉન્માદ જગાવી રાજકીય રોટલો શેકનારાઓએ જોયા જાણ્યા વગર કુદી પડવાથી બચવું જોઈએ. ગૌ હત્યારાને પકડો- સજા કરો, ગૌ હત્યા બંધ થાય, એમાં મોમીનોને વાંધો નથી. બલકે એમનો સાથ છે. પરંતુ ખેતર- વાડી અન્ય અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે. પશુપાલકો અને ખેડૂતના ઝઘડાને હિન્દુ- મુસ્લિમના ઝઘડામાં ખપાવવામાં આવે તેની સામે વાંધો છે. પૈસા પડાવવા ખોટા પોલીસ કેસ થાય તેની સામે વાંધો છે. કોઈ ચોકકસ સમાજ પ્રત્યે અંગુલિનિર્દેશને આશય નથી, પણ વાંકાનેર તાલુકામાં મોમીનો સિવાય કોળી, ક્ષત્રિયો, દલિત સમાજ, દેવીપૂજકોમાં પણ માંસાહારી હોઈ શકે છે. શ્રધ્ધાનો વિષય છે, પરંતુ દેવી-દેવતાઓને જીવ ચઢાવાતા હોવાનું પણ સાંભળ્યું છે. આમ છતાં માત્ર મોમીનો ને જ સહન કરવાનું ?

 

ફરીદા મીર મુસ્લિમ હોવા છતાં ગૌહત્યા સામે લડનારો સ્થાનિક જાણીતો ચહેરો છે. ભાઈલાલભાઈ પેંડાવાળા સાચા ગૌભક્ત હતા, તેમનું બહુમાન મોમીન સમાજે કર્યું હતું. કહેવાનું તાત્પર્ય એ છે જે ગુન્હેગાર નથી, તેમને માત્ર મોમીન કારણે સજા ન થવી જોઈએ. મોમીન સમાજને પણ એક સૂચન છે કે આવી ગાય હત્યા છાને ખૂણે થતી હોય તે તેમને રોકે, આ બાબતમાં ગાય ભકતોની રેલી નિકળે કે ઉપવાસ આંદોલન થાય ત્યારે તેમાં જોડાય. પાંજરાપોળો- ગૌશાળાઓમાં આર્થિક સહયોગ આપે. આનાથી વાતાવરણ ઘણું સુધરશે.

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું
અગાઉ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેમ કહ્યું તેમ ગાયના નામે ગુંડાગર્દી ન થવી જોઈએ. ગાયને માતા અને ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનનારાઓની ગાય ભકિત રોડ – શેરીઓમાં ભટકતી (ગાય) માતાઓને જોઈને ક્યાં જાય છે ? ગુજરાતમાં કોઈ એવું શહેર નથી, જ્યાં રખડતા ઢોરોને ત્રાસ ન હોય. ના. હાઈકોર્ટે પણ આ સામે નારાજગી પ્રગટ કરે છે. આ માતાઓને આમ લાવારીશ ભટકતી જોઈને ગૌભકતોને દિલ દ્રવી નથી ઉઠતું ? ખરેખર ભક્તિ તો એ ગણાય કે આવી ભટકતી માતાઓને આંગણે બાંધી તેમની સેવા કરવી. આ કરવું નથી અને કોઈ મોમીનના વાડી-ખેતરમાં જંતુનાશક દવા કે અન્ય કુદરતી મોતથી મરેલી ગાયના નામે રાજકારણ ખેલવું છે? રોડ ઉપર રખડતી ગાય અકસ્માતે પણ મરી જાય તો નધણિયાતી આ ગાયના બનાવટી માલિક બનીને ગાયની અસલી કિંમતથી બમણી – ત્રણ ગણી કિંમત વસુલવાની મનોવૃત્તિવાળાની ગાય ભક્તિને હિન્દુ ધર્મ શું કહેશે? અરે ભાઈ, તું જ ગાયનો અસલી માલિક હો અને ગાયને માતા માનતો હો તો શા માટે માતાને રોડ ઉપર રખડવા લાચાર કરે છે? તું કેવું સંતાન છો કે માતાને વધી પડેલા ઘરના સભ્યની જેમ હાંકી કાઢે છે? ખીલે બાંધી તારે જેટલી સેવા કરવી હોય, તેટલી કરે, તને કોઈ નહિં રોકે, એમાં કોઈને વાંધો નથી. ગાયના મરવા અંગેન દુઃખ કરતા તેમને પૈસા બનાવવામાં વધુ ખુશી હોય છે. ટી.વી. ચેનલોમાં દુકાન ખોલનારા બનાવટી ગૌ ભક્તોની પોલ ખોલતા ઘણા કાર્યક્રમો આવે છે. હિન્દુઓની ગાય પ્રત્યેની લાગણીની મોમીન સમાજ પણ કદર કરે છે, પરંતુ રઝળતી માતા એ હિન્દુ સમાજે શરમની વાત ગણવી જોઈએ. ગાય રક્ષકોએ ગાયને પ્લાસ્ટીક ખાતી બચાવવાની વડાપ્રધાનની અપીલ માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. ગાયને મત મેળવવાનું સાધન, પૈસા પડાવવાનું માધ્યમ કે મોમીનોને ખોટી રીતે દબાવવાનું હાથવગું હથિયાર ન બનાવો, પ્લીઝ. -નઝરૂદીન બાદી.

એલચી:
મથુરામાં આરઆરએસ વડા મોહન ભાગવતે કહેલું કે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના બેગુસરાયના બીજેપી સંસદ ગિરિરાજસિંહે હિંદુઓને અપીલ કરી હતી કે માંસ ખાનારા તમામ હિન્દુઓએ ઝટકા માંસ ખાવું જોઈએ…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!