વાંકાનેર: આજના યુગમાં લોકો રૂપિયા પડાવવા અનેક પ્રકારની રીત અપનાવે છે, આજે જ પંચાસર ગામમાં એક વ્યક્તિને ફોન આવ્યો કે સરકારી હોસ્પિટલેથી બોલું છું ગર્ભવતી મહિલાને જે રૂપિયા સરકાર આપે છે એ તમારા ખાતામાં નાખવાના છે, જેથી તમારા મોબાઈલમાં OTP આવ્યો છે એ અમને આપો…
અને OTP આપતા જ ખાતામાં રહેલ રૂપિયા ઉપડી ગયા…તેથી તમોને જો આ રીતે કોઈને પણ ફોન આવે કે અમે બેંક, આંગણવાડી, સરકારી હોસ્પિટલ કે કોઈ પણ જગ્યાનું નામ આપે તો OTP કે કોઈ માહિતી ના આપવી. આપ્યા પહેલા ચેક કરી લેવું સાચું છે કે ખોટું…
– આપનો સરપંચ મહેબૂબભાઈ