નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ
રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે. જયારે વર્ગ-3ના 32 નાયબ મામલતદારોને વર્ગ-2માં મામલતદાર તરીકે બઢતી આપી આ અંગેના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
મોરબીથી બદલી પામેલા અધિકારીઓ:
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયાની બદલી ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-ગીર સોમનાથના પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે.
મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ અશોકસિંહ ઝાલાને મામલતદાર તરીકે બઢતી આપીને તેમની નિમણૂક ભાવનગર જિલ્લામાં ચૂંટણી મામલતદાર તરીકે કરવામાં આવી છે.
મોરબીમાં નિમણૂક પામેલા નવા અધિકારીઓ:
અમદાવાદ ખાતે મામલતદાર-SSRD-2 તરીકે ફરજ બજાવતા એચ.જે. ગોહિલની બદલી મોરબી જિલ્લા પુરવઠા અધિકારી (DSO) તરીકે કરવામાં આવી છે.
અમદાવાદના નાયબ મામલતદાર અલ્પેશ પ્રતાપસિંહ પરમારને મામલતદાર તરીકે બઢતી આપીને મોરબી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
કચ્છના નાયબ મામલતદાર પુલીન ઠાકરને મામલતદાર તરીકે બઢતી આપીને મોરબી જિલ્લામાં ચૂંટણી મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

