રવાનગી થઈ ગઈ શરુ
વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે
ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થયું હતું. આ વર્ષે હજ યાત્રીઓની 21 ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાંથી રેકોર્ડ 14,310 હજયાત્રીઓ હજ
યાત્રાએ જઈ રહ્યા છે. જે ગત વર્ષ કરતા 5 હજાર વધુ છે. ગયા વર્ષે 9300 હજયાત્રીઓ હજ યાત્રાએ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે હજ યાત્રીઓ માટે ગુજરાતનો ક્વોટા લગભગ ચાર હજાર છે. તેની સરખામણીમાં આ વર્ષે રાજ્યમાંથી ત્રણ ગણા વધુ હજયાત્રીઓ હજ યાત્રાએ જઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય હજ સમિતિના
સચિવ ઈમ્તિયાઝ ઘાંચીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી 14310 હજયાત્રીઓ હજ માટે જઈ રહ્યા છે. તેમાંથી 4700 હાજી બોમ્બે એમ્બર્કેશન પોઈન્ટ પરથી પસાર થશે. ગયા વર્ષે ગુજરાતમાંથી 9300 હજયાત્રીઓ હજ માટે ગયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ 14310 હજયાત્રીઓ હજ યાત્રાએ જઈ
રહ્યા છે. અગાઉ વર્ષ 2017માં કુલ 1115 હજયાત્રીઓ હજ યાત્રાએ ગયા હતા. હજ યાત્રા 35 થી 40 દિવસની હોય છે. ગુજરાત સરકારે સારી વ્યવસ્થા કરી છે. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. ગુજરાતના અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી
સાઉદી એરલાઈન્સ મારફતે હજયાત્રીઓ હજ યાત્રા પર જશે. 26મી મેના રોજ સવારે 10.20 કલાકે પ્રથમ ફ્લાઈટ હજ યાત્રા માટે રવાના થઈ હતી. રવિવારે ત્રણ ફ્લાઈટ રવાના થઈ હતી. ગુજરાતમાંથી હજ માટે કુલ 21 ફ્લાઈટો રવાના થશે. જે 9મી જૂને જશે. સામાન્ય રીતે ફ્લાઇટમાં 300 થી 350 મુસાફરો હોય છે. આ
વર્ષે વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે.