ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
તે દરમિયાન પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ”મૌલેશ ઉકાણી તૈયાર હોય તો લોકસભામાં લઈ જવા માટે અમે તૈયાર છીએ.”
કડવા પાટીદાર સમાજના અગ્રણી અને રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ સી.આર. પાટીલના નિવેદનને અંગે જણાવ્યું હતું કે, ”મારો રસ્તો માત્ર દ્વારકા જ છે. ગાંધીનગર કે દિલ્હીનો રસ્તો મારો નથી. મહત્ત્વનું છે કે, આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટમાં છે. જેમાં વિશ્વબંધુએ રક્તદાન મહોત્સવમાં હાજરી આપી છે. ત્યારે કડવા પાટીદાર નેતા અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
સી. આર. પાટિલના નિવેદનથી રાજકોટનું રાજકારણમાં ગરમાયું
સી. આર. પાટીલે તેમન કહ્યું હતું કે, ”મૌલેશ ઉકાણી તૈયાર હોય તો લોકસભામાં લઈ જવા માટે અમે તૈયાર છીએ…”. આમ સી.આર. પાટીલના નિવેદનના કારણે રાજકોટનું રાજકારણ પણ ગરમાયું છે. તેમજ હાલના સાંસદ મોહન કુંડારીયાનું પત્તુ કપાય તેવા પણ પ્રદેશ પ્રમુખે આજે સંકેત આપ્યા હોય તેવું લાગી રહ્યું છે.