સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા
સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું
શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું
વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ કેસરીસિંહજીના માદરે વતન વાંકાનેરમાં આજે ભવ્ય સરઘસ અને સભા સંબોધન કાર્યક્રમ રાખેલ હતો, આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે.
કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે ‘કોઈ લીલાળું ગાડું ભરીને આવતા હોય અને જો નીચે કોઈ શ્વાન ગરી જાય અને એવું સમજે કે ગાડું હું હલાવું છું, પણ ગાડું તો અમારા ગૌનાથ પુત્ર ઢસડતા હોય છે, અને એ ક્યારેય ગાડું પાછું પડવા નથી દેતા , જો કે તેને કયારેય એવું માન્યું નથી કે ગાડું હું ચાલવું છું, તો શ્વાને પણ એવું માનવું નહીં કે ગાડું હું ચલાવું છું.’
સાંસદ મોહનભાઇ કુંડારિયાના આ નિવેદનથી ભારે ચર્ચા જાગી છે, આ કાર્યક્રમમાં સૂચક રીતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ગેર હાજર રહયા હતા, ત્યારે મોહનભાઇ કુંડારીયા આને જીતુભાઇ સોમાણી વચ્ચે કથિત શીતયુદ્ધ ચાલતું હોવાથી સાંસદના આ નિવેદન કે રાજકીય ઈશારો જીતુભાઇ સોમાણી તરફ હોવાનું માનવામાં આવી રહયું છે.
મોટા ભાગના લોકો માની રહ્યા છે કે વાંકાનેર ધારાસભ્યે હાજર રહેવું જોઈતું હતું. આવનાર દિવસોમાં ભાજપમાં જૂથબંધી વધુ વકરશે, એવું રાજકીય નિરીક્ષકોનુ માનવું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ