કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મતદાન પૂરૂં થતા હવે લોકોને પરિણામની રાહ છે

મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા

વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોકપોલ દરમિયાન ખામી સર્જાતાં વાંકાનેર બેઠકમાં બીયું, સીયું અને વિવિપેટ સહિત 17 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. આજે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે ટૂંક સમયમાં જ ટીવી ચેનલોના એક્ઝિટ પોલના તારણો બહાર આવવા લાગશે. પ્રોફેશનલ ઓપિનિયન -એકઝિટ પોલના તારણો સાચા પડે કે, ન પડે પરંતુ સ્થાનિક નાગરિકોના પોતાના મંતવ્યો કંઈક અલગ અને અનોખા હોય છે. આજે સવારે મતદાન શરૂ થયાથી મતદાન પૂર્ણ થયા સુધી મતદારો અને આમ જનતામાં કોણ જીતશે ? ક્યાં ઉમેદવારનું પલડું ભારે લાગે છે તે સહિતની બાબતો ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. વર્ષ 2017ની જેમ જ આ વખતે પણ ઉંચા મતદાનની શક્યતા જોવાઈ રહી છે. 2017 માં 74.38 % મતદાન થયું હતું.

મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા છે. થયેલ મતદાનના આંકડા જાણવા કમલસુવાસ સાથે જોડાવવું જરૂરી છે. મહત્વની બાબત એ રહી કે સમગ્ર મોરબી જિલ્લામાં આખા દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય રાજકીય પક્ષો, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ હાશકારો લીધો છે અને આજે મોડીરાત્રી સુધીમાં તમામ મતદાન મથકોએથી ઈવીએમ પરત આવ્યા બાદ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ પહોંચ્યા બાદ ચૂંટણીતંત્ર રાહત અનુભવશે.

       વાંકાનેર બેઠક ઉપર પણ મતદારોએ અદમ્ય ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું. જોકે એન્ટી ઇન્કબન્સી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો જેવી બાબતો વચ્ચે મતદારોએ મૌન ધારણ કરી લીધું હોય રાજકીય પક્ષો પણ આ ચૂંટણીમાં ભારે મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે વાંકાનેર બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીની ચૂંટણી સ્પર્ધામાં આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને હોય વાંકાનેરમાં જીતુભાઇ આવશે કે મહમદ જાવીદ પીરઝાદા કે પછી વિક્રમ સોરાણી એ તો આવનારી 8 ડિસેમ્બરે મતગણતરી બાદ જ ખબર પડશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!