મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી યુસીસી કાયદાનો વિરોધ કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા…
આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્ય સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ આર. સી. કોડેકર સમકક્ષ પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં આગેવાનોએ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકો સહિત મહિલા અધિકારો, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં…
વધુમાં આગામી તા. ૧૫/૦૪/૨૦૨૫ સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું યુસીસી સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું…