ટંકારા: કેશરબેન ધનજીભાઈ પારધી (ઉ.વ.૪૫) રહે. મીતાણા ગામ વાળાએ ફરીયાદ કરી છે કે સાંજના પોતે ધરે રસોઈ બનાવતી હતી, તે
દરમ્યાન શેરીમાં ઘરની સામે રહેતા શૈલેષભાઇ નથુભાઇ પારધી તથા શૈલેષભાઇના માતા કેસરબેન એમ બન્ને ગાળો બોલતા હોય, જેથી
ફરિયાદીએ આ બન્ને લોકોને ગાળો બોલવાની ના પાડતા શૈલેષ તેના ઘરમાં જઇ તલવાર લઇ ફરિયાદીને એક ઘા માથામાં મારી દીધેલ અને
શૈલેષના માતા કેસરબેન લાકડી લઇ એક ધા ડાબા હાથમાં મારી દીધેલ આજુબાજુના માણસો તથા ફરિયાદીનો દિકરો યોગેશ આવી ગયેલ અને ટંકારા સરકારી દવાખાને દાખલ કરેલ છે, પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂકરેલ છે.