મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કોલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન
સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તા 20 ડિસેમ્બરે મોરબીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે….