કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

જીનપરાના પાડોશીએ પાડોશીને માર માર્યો

ત્રણ આરોપી સામે ફરિયાદ

વાંકાનેર: અહીંના જીનપરા વિસ્તારમાં રહેતા એક શખ્સે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પાડોશીએ નાની નાની બાબતોમાં તેમની વચ્ચે થયેલ બોલાચારીનો ખાર રાખી માર મારી ઇજાઓ પહોંચાડી હતી,

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા (ઉ.વ. ૩૫)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી રફીકભાઈ જુમાભાઈ કુરેશી તથા બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને આરોપી પડોશમાં રહેતા હોય, જેમાં નાની નાની બાબતોમાં

તેમની વચ્ચે થયેલ બોલાચારીનો ખાર રાખી ફરિયાદી જીનપરા જકાતનાકા ખાતે ચા પીવા માટે ગયા હોય, ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં આવી ફરિયાદીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!