વાંકાનેર: તાલુકાના દલડી ગામે પ્લોટના રસ્તા બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…જાણવા મળ્યા મુજબ દલડીના ઉસ્માનભાઇ હૈયાતભાઈ પરાસરા, ઉર્ફે ગનીભાઈ (ઉવ.૫૮) ફરીયાદ લખાવેલ છે કે દલડીની ખરાવાડમાં અમારી માલિકીનો ખુલ્લો પ્લોટ આવેલ છે અને પ્લોટની બાજુમાં મારા સગા ભત્રીજા નિઝામ મામદભાઈ પરાસરા તથા મહેબુબ મામદભાઇ પરાસરાનુ રહેણાંક મકાન આવેલ છે અને અમારા પ્લોટની બાજુમાં આવવા જવા માટેનો રસ્તો આવેલ છે જે રસ્તો આ બંને ભાઇઓએ બંધ
કરી દીધેલ, જેથી ગઇ તા-૦૮/૧૦/૨૦૨૪ ના સવારના ફરિયાદી તથા તેમના પત્નિ જીલુબેન તથા એમનો દિકરો નઇમ એમ ત્રણેય જણા ત્યાં અમારી ગાડી લઇને ગયેલ. ત્યાં નિઝામ, તેના પત્નિ આસીયાના તથા મહેબુબ હાજર હતા અને રસ્તો બંધ કરી દીધેલ હોઇ જે બાબતે તેમની સાથે વાતચીત કરવા જતા ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપવા લાગેલ. બંને ભાઇઓ હાથમાં લાકડાના ધોકા લઇને આવેલ અને
મેહબુબે ધોકા વતી ફરિયાદીને નાક તથા વાસામાં ઈજા પહોંચાડેલ તેમજ નિજામે લાકડાના ધોકા વતી નઇમને ડાબી બાજુમાં ખભામાં તથા વાસામાં તથા થાપામાં મુંઢ ઇજા પહોંચાડેલ. ફરિયાદીના પત્ની વચ્ચે છોડાવવા આવતા આસીયાનાબેને તેમની સાથે ઝપાજપી કરેલ તેને ધક્કો મારતા તે પડી ગયેલ અને બંને ભાઈઓએ અમારી ગાડી નંબર GJ 03 HK 7284 વાળીમાં ધોકા મારી ગાડીના કાચ તથા અરીશા
તોડી નાખેલ. દરવાજાને પણ નુકશાન કરેલ. દેકારો થતા ગામના દુર્વેશભાઈ ઇસ્માઇલ, મુસ્તાક પરાસરા તથા મનસુખભાઇ નારણભાઈ આવી જતા અમોને છોડાવેલ હતા બાદમાં મેહબુબભાઇ નિઝામભાઈને કેહતા હતા કે બંધુક લેતો આવ આ બધાને મારી નાખવા છે, મુંઢ ઇજાઓ થયેલ હોઇ ખાનગી વાંકાનેર સરકારી હોસ્પિટલ આવેલ અને ડોકટરશ્રીએ એક્ષરે તથા સીટીસ્કેન કરવાનું કહેતા રાજકોટ
હોસ્પીટલમાં ગયેલ. આ નિજામ તથા મહેબુબ અમારા સગા ભત્રીજા હોઇ જેથી અમારે આ બનાવ બાબતે ઘરમેળે સમાધાન વાતચીત ચાલતી હતી પરંતુ સમાધાન થયેલ નથી. પોલીસ ખાતાએ (1) નિજામભાઈ મામદભાઈ પરાસરા (2) મહેબુબભાઈ મામદભાઈ પરાસરા અને (3) આસિયાનાબેન નીજામભાઈ પરાસરા વિરુદ્ધ ગુન્હો બી.એન.એસ.. કલમ-૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૪), ૫૪ અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…