કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવી રોજગારલક્ષી ટેક્સટાઈલ્સ પોલીસી જાહેર

પાવરલૂમ્સ વાળાને ફાયદો

કેપીટલ – વ્યાજ સબસીડી વધી
રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો

રાજકોટ: ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા તથા રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે રાજય સરકારે આજે નવી ટેક્ષટાઇલ્સ પોલીસી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સુરતમાં જે રીતે હવે ગારમેન્ટ ઉદ્યોગ વિકસીત રહ્યો છે તેને ખાસ સુવિધા મળી તે જોવામાં આવ્યું છે…સરકારે નવી પોલીસીમાં ગારમેન્ટ ઉપરાંત ટેકનીકલ ટેક્ષટાઇલ્સ એકટીવીટી એપરર્સ વીવીંગ નીટીંગ, ડાઇંગ, પ્રોસેસીંગ, સ્પીનીંગ સહિતના ક્ષેત્રને આવરી લીધા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ પોલીસી જાહેર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ હબ બનાવવા અને તે રીતે રોજગારીની નવી તકો સર્જવાની તૈયારી છે…દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી હેઠળ 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂ. 1107 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
ટેક્સટાઈલ પોલિસી હેઠળ કરાયેલા ફેરફારો:
કેપિટલ સબસિડી: ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે…વ્યાજ પર સબસિડી: ક્રેડિટ-લિંક્ડ ઈન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય eFCI (એલિજેબલ ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ)ના 5 ટકાથી વધારી 7 ટકા કરવામાં આવી છે. જેની મુદ્દત 5થી 8 ટકા રહેશે.
વીજ ટેરિફ પર સબસિડી:ટેક્સટાઈલ યુનિટને માન્ય કામગીરી માટે પાવર ટેરિફ સબસિડી મળશે. જેમાં પાંચ વર્ષ માટે DoCPdમાંથી ઓપન એક્સેસ મારફત ડિસ્કોમ તથા રિન્યુએબલ પાવર હેઠળ રૂ. 1 પ્રતિ યુનિટ (kWh) ના દરે વીજ પ્રાપ્ત કરી શકશે.
30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના:ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે2019માં જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીની મુદત 2023માં પૂર્ણ થઈ હતી. જેના લીધે નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીમાં કરાયેલા ફેરફારોના આધારે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીમાં રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના ધરાવે છે.
અગાઉ જૂની પોલિસી હેઠળ રૂ. 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવાની સાથે જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 5500 યુનિટ્સને રૂ. 1 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!