પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સત્વરે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે. બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય પૂરું થયું હોય છતાં માત્ર વાહ વાહીનાં કાર્યક્રમ માટે તૈયાર થઈ ગયેલું બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવતું નથી.
હાલ પેસેન્જર માટે એસ.ટી. તંત્ર દ્વારા હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને તડકામાં લોકો નાછૂટકે હેરાન થઈ રહ્યા છે, ત્યારે લોકોની ધીરજ ખૂટી રહી હોય જેથી જો બસ સ્ટેન્ડનું તાત્કાલિક લોકાર્પણ નહિ કરવામાં આવે તો મોરબી વાળી થવાની શક્યતા સેવાઈ રહી છે.
થોડા મહિનાઓ પહેલાં મોરબીમાં એસ.ટી. બસ સ્ટેન્ડ તૈયાર થઈ ગયા બાદ લાંબા સમય સુધી લોકાર્પણનાં કારણે પેસેન્જર હાલાકી ભોગવી રહ્યા હતા, હવે વાંકાનેરમાં પણ લોકો અકળાયા હોય અને પ્રજાજનો જાતે જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મુકાય તો નવાઈ નહીં ગણાય.
પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પાડધરા ગામની સીમમાં ગઈ કાલે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, ૨). અનિસ ઉર્ફે અનિલ જેસિંગભાઈ ડેણીયા,
૩). ચંદુભાઈ ઉર્ફે વિનોદ કરણાભાઈ ચાવડા અને ૪). ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરાને રૂ. 53,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ૧). સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા, ૨). પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઈ રામાનુજ,
૩). વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને ૪). પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા નાસી જતા પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.