પહેલા પોલીસ કમર્ચારીઓની સંતાનોના લગ્ન માટે સહાય આપવામાં આવતી હતી
અમદાવાદ: રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પોઝિટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે પોલીસ વેલ્ફેર મોનિટરિંગ ફંડમાંથી હવે પોલીસ કર્મચારીઓને પણ પોતાના લગ્ન માટે દોઢ લાખની લોન મળે તેવી જોગવાઇ કરાઈ છે. આ નિર્ણયને લઇને પોલીસ કર્મચારીઓમાં હર્ષનો માહોલ જોવા મળી
રહ્યો છે. વર્ષોથી પોલીસ કર્મચારીઓના સંતાનોના લગ્ન માટે પોલીસ વેલ્ફેર ફંડમાંથી લોન આપવામાં આવતી હતી. પોલીસ કર્મચારીઓ સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે પણ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા અપાતા હતા. ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસ વેલ્ફેર ફંડ મોનિટિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અધિકારીઓ દ્વારા પોઝિટિવ નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર અધિકારીઓના
જણાવ્યા મુજબ, તાજતરમાં પોલીસ વિભાગમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે. પોલીસ ખાતામાં ભરતી થયેલા મોટા ભાગના કર્મચારી યુવાન છે, જેને પગલે આગામી દિવસોમાં તેમના લગ્ન કરવામાં આવશે. તેમાં તેમને નાણાકીય જરૂર હોવાથી હવેથી પોલીસ કર્મીને તેના જ લગ્ન માટે પણ પોલીસ વેલ્ફેર ફંડમાંથી લોન આપવામાં આવશે. એટલે પોલીસ કર્મચારીને લગ્નના ખર્ચની
ચિંતા ઘણી ઘટી જશે. આ બાબતે પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ ખાતામાં ભરતી થયેલા ઘણા કર્મચારીઓનિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો અપરિણીત છે. માટે આવા કર્મચારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.