કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

‘સેવા સેતુ’માં 680 અરજીનો સ્થળ પર જ નિકાલ

વાંકાનેર: વાંકાનેર ખાતે ગઈ કાલે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અરજદારોની 680 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેર ખાતે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો…

સરકાર દ્વારા લોકોને જરૂરી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહે જ સ્થળે મળી રહે અને સરકારી યોજનાઓ કે સેવાઓનો લાભ લેવામાં તેમને કોઈ સમસ્યા ન આવે તેવી હેતુથી સેવા સેતુના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના 13 જેટલા વિભાગોની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લોકોએ બહોળા પ્રમાણમાં આ સેવાઓનો લાભ લીધો હતો. જ્યાં વિવિઘ સેવાઓ અર્થે અરજદારો દ્વારા કરવામાં આવેલી 680 અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!