કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા નજીકથી કારમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

બે ના નામો ખુલ્યા

૫.૯૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે પરથી સ્વીફ્ટ ગાડીમાં ૪૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દેશી દારૂ અને કાર શીત ૫.૯૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરથી મોરબી જતા ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પર આવેલ ગેલભવાની હોટેલ પાસેથી સ્વીફ્ટ ડિજાયર કાર જીજે ૧૩ એએક્સ ૩૯૩૨ માંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૮૦,૦૦૦ અને કાર કીમત રૂ ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૫,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ધર્મેશ રમેશભાઈ મેટાળીયા રહે પાંચવડા ચોરાની બાજુમાં તા. ચોટીલા વાળાને ઝડપી લીધો છે દારૂનો જથ્થો મંગાવનાર આરોપી રવિભાઈ ઉર્ફે માસ રહે મોરબી અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી વિજય ઉર્ફે ભૂરો વાલજીભાઈ માલકીયા રહે રેશમીયા તા. ચોટીલા વાળાના નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!