જેપીસીના સભ્યો અમદાવાદ આવશે
સંસદમાં રજૂ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું, આ બિલ વિષે લોકો શું મને છે એ જાણવા માટે જેપીસી દેશના મુખ્ય શહેરોમાં જશે, અત્યાર સુધી જેપીસીને ઈમેલ દ્વારા 84 લાખ અને 70 ડબ્બાઓમાં લાખો લોકોએ પોતાનો અભિપ્રાય જણાવ્યો છે…
સમિતિના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી એક કરોડ લોકોએ વક્ફ બિલ માટે પોતાનો અભિપ્રાય આપ્યો છે. સૌથી વધુ અભિપ્રાય ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે. હવે સમિતિના સભ્યો લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકત્તા, બેંગ્લુરુ, પટણા, અમદાવાદ સહિત બીજા શહેરોની મુલાકાતે પણ જશે…