ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય
વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના વારસદારોને
સોસાયટીના સભાસદ તરીકે સભાસદ સહાય ફંડમાંથી બંનેને રૂપિયા પચાસ-પચાસ હજારની કુલ ₹1 લાખ ની સહાયના ચેક સોસાયટીમાં લોન કમિટી ચેરમેન ઇરફાન પીરજાદા તથા બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી અબ્દુલરહીમ બાદીસાહેબ, યુ.એ.કડીવારસાહેબ, ચૌધરીસાહેબ, લિયાકત બાદી, આબીદ ગઢવારા તથા મોરબી બ્રાન્ચના મેનેજર સોયબ કડીવાર તથા સ્ટાફ ગણની હાજરીમાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા…