કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રસીકગઢ રોડ પર એક અને માટેલ રોડ પર બે દરોડા

રસીકગઢ રોડ પર એક અને માટેલ રોડ પર બે દરોડા

દેશી દારૂ વેંચતા ઈસમો સામે પોલીસ કાર્યવાહી

બે વર્ષના બાળકનું વીજશોકથી મૃત્યુ

વાંકાનેર તાલુકામાં અલગ અલગ ત્રણ જગાએ પોલીસ ખાતાએ દરોડા પાડી દેશી દારૂ અંગે કાયદેસર કાર્યવાહી કરેલ છે, બીજા બનાવમાં હસનપર ગામ નજીક કારખાના પાસે વીજ શોક લાગતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું
જાણવા મળ્યા મુજબ પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકાના રસીકગઢ રોડ પરથી રસિકગઢ રુકમુદીનભાઈની વાડીએ રહેતા લાભુભાઈ મુકેશભાઈ પંચાલ નામના આરોપી પાસેથી TVS કંપનીનુ REIDER મોટરસાયકલ જેના રજી.નં.MP-11-ZF-9929 માં કેફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ- ૦૮ દેશી દારૂ લીટર-૨ કિં.રૂ. ૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી એમ કુલ કિ.રૂ.૭૦,૪૦૦/-ના મુદામાલ કબ્જે કરી ગુન્હો પ્રોહી.કલમ-૬૫-એએ, ૯૮(૨) મુજબ દાખલ થયો છે…..
બીજા દરોડામાં પોલીસે માટેલ નજીક વિકાસ રેસિડેન્સી પાસેથી આરોપી જયદીપસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા રહે મકનસર વાળાને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 26,400 સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનાર આરોપી અશોક હીરાભાઈ ડાભી રહે નવા ઢુંવા વાળાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો…
ત્રીજા દરોડામાં પોલીસે માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના નજીકથી આરોપી રવિ દેવશીભાઈ કુંકાવા રહે. વિરપર તેમજ એક બાળ કિશોરને જીજે -36 – બીએ-0362 બાઈક પર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 100 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 20 હજાર તેમજ 40 હજારનું બાઈક મળી કુલ 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ હાજર નહિ મળી આવેલ દારૂ મંગાવનાર આરોપી લાભુભાઈ ઝવેરભાઈ માથાસુરીયા રહે. માટેલ વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો…..
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં ખેતમજૂરી કરતા દિનેશભાઈ ફુલસિંગભાઈ ભુરિયાના બે વર્ષનો માસૂમ પુત્ર લક્કી ગઈકાલે હસનપર ગામ નજીક આવેલ કારખાના પાસે રમતો હતો ત્યારે વીજ શોક લાગતા માસૂમ લક્કીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!