ઢોર ચરાવવા ન દીધાનો ખાર રાખી પાઇપ મારેલ- બચકું ભરેલ
આરોપીના વકીલની સમાધાન થઇ ગયાની દલીલ પણ ના. કોર્ટે માન્ય ન રાખી
કેસમાં પંચો ફરી ગયેલ અને સાક્ષીમાં ફરિયાદીના કાકા એક માત્ર સાક્ષી હોવા છતાં સજા પડી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે એક વ્યક્તિને માર મારીને આંગળીએ બચકું ભરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 1 વર્ષની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગારીડા ગામના રહેવાસી ગુલાબભાઈ વલીમામદ માથકિયાને ઉનાળામાં ખેતરમાં ઢોર ચરાવવા દીધેલ નહીં, જેનો ખાર રાખી ગાળો બોલી માર મારી હાથમાં રહેલ પાઇપ ફરિયાદીના માથામાં ડાબી બાજુ મારી, આંગળી એ બચકું ભરેલ, વેઢો કાપી નાખેલ. ઇજા પહોંચાડવાના કેસમાં વાંકાનેર પોલીસ મથકે આરોપીઓ જયેશ ઉર્ફે કાના રામા તથા મહેશ લાખાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં પંચો; માથકીયા યુનુસ અમી, માથકીયા હુસેન નુરમામદ અને પ્રફુલ રાણાભાઇએ પંચનામાની સહી સિવાય સમર્થન આપેલ નહીં, અને સાક્ષીમાં ફરિયાદીના કાકા એક માત્ર સાક્ષી હોવા છતાં તથા આરોપીના વકીલની સમાધાન થઇ ગયાની દલીલ હોવા છતાં વાંકાનેર મહે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ એમ.કે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ ધ્યાને લઇ તેમજ સરકારી વકીલ સંજય બી. સોલંકીની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી જયેશ ઉર્ફે કાના રામાને 1 વર્ષની સજા તેમજ રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.