નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન
વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સંખ્યામાં ભાગ લેવા નમ વિનંતી.નીચે મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે. ચાલુ વર્ષ ર૦ર૪ માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.
ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ), સ્નાતક (ગ્રેજયુએટ) અને અનુસ્નાતક (પોસ્ટગ્રેજયુએટ), વ્યવસાય લક્ષી કોર્સ B.ed./ P.T.C./ C.P.ed/ B.P.ed/ M.ed/ L.L.B./ I.T.I./ M.Phil/Phd, મેડીકલ ક્ષેત્રની તમામ ડીગ્રીઓ
આ માટે મોડામાં મોડુ તા.૨૫-૦૭-૨૦૨૪ સુધીમાં જે તે અરજદારે જે તે ધોરણની માર્કશીટની પ્રમાણીત ઝેરોક્ષ નકલની પાછળ પોતાનું નામ -સરનામુ – ટકાવારી તથા મોબાઈલ નંબર સાથે પુરી વિગત સાથે મોકલી આપવા વિનંતી
ફોર્મ ભરવાનું સ્થળઃ ડી. એન્ડ ડી. ડીઝીટલ નેશનલ હાઈવે,જકાતનાકા પેટ્રોલ પંપની બાજુમા કિસ્મત કોમ્પલેક્ષ, પેહલા માળે વાંકાનેર મો.૮૧૬૦૧૫૯૯૬૪ ૯૯૯૮૪૩૨૪૧૯. સન્માન સમારોહની તારીખ અને સ્થળ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.