કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાજની વાડીએ ચાલીને પહોંચીને પ્રસુતાને ડિલિવરી કરાવી

વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ ના સ્ટાફે વાડીમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.


તા ૨૩ ના રાત્રીના ૧:૫૫ કલાકે વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલા બિંદાબેન સોહનભાઈ બાવળિયા (30) ને પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો, જેથી વાડીના માલિકે ૧૦૮ માં કોલ કર્યો હતો; જેથી વાંકાનેર ૧૦૮ માં કોલ મળતા જ ઇએમટી અંજલી સાધુ

અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતા, પણ વરસાદ ચાલુ હોવાથી અને દર્દી સુધી રસ્તો જોખમી તથા કાદવ કીચડવાળો હોવાથી એમ્બ્યુસન્સ વાડીમાં જઈ શકે તેમ ન હતી. દર્દીનાં સગાના કહેવા મુજબ દર્દીને પ્રસવની પીડા વધારે હોવાથી જરા પણ

સમય બગાડ્યા વગર ૧૦૮ ની ટીમ વાડીમાં ચાલીને દર્દી પાસે મેડિકલ કીટ અને સાધન સામગ્રી સાથે પહોંચી હતી અને ત્યારે સ્થળ ઉપર જ ડિલિવરી કરાવી પડે તેવી પરિસ્થિતી હોવાથી ઇએમટી અંજલી સાધુએ ઇઆરસીપી ડોક્ટરની સૂચનાઓ મુજબ સ્થળ પર નોર્મલ ડિલિવરી

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

કરાવેલી હતી. બિંદાબહેને એક સુંદર બાબાને જન્મ આપ્યો હતો અને માતા તેમજ બાળકને જોખમમાંથી ઉગારી અને વાંકાનેરના સરકારી હૉસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં માતા અને બાબાની તબિયત ખુબ સારી છે અને બિંદાબહેનના પરીવારજનોએ ૧૦૮ ની કામગીરીને બિરદાવી હતી…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!