કલા ઉત્સવમાં શાળા પરિવારનું નામ રોશન કર્યું
વાંકાનેર: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી આયોજિત અને બીઆરસી ભવન હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-૨૦૨૫ માં શ્રી પલાંસ પ્રાથમિક શાળા (સી.આર.સી. લુણસર, તાલુકો વાંકાનેર)ની ધોરણ ૬ માં અભ્યાસ કરતી 






વિદ્યાર્થિની અંકિતાબેન ભરતભાઈ ચત્રોટીયાએ તા.૧૨/૧૨/૨૦૨૫, શુક્રવારનાં રોજ બી.આર.સી. ભવન-હળવદ ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાનાં કલા ઉત્સવમાં સંગીત ગાયન સ્પર્ધામાં વાંકાનેર તાલુકાનું નેતૃત્વ કરતા ભાગ લીધેલ હતો જેમાં તેણીએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું. સંગીત ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ અંકિતાબેન ભરતભાઈ ચત્રોટીયાને શાળાનાં આચાર્ય શ્રી દીપકભાઈ જાદવ, શાળાના સ્ટાફ પરિવાર, એસ.એમ. સી., સી.આર.સી.કૉ.ઑ. ભાવેશભાઈ વાઘેલા, બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
