વાંકાનેર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત શ્રી પંચાસિયા પ્રા. શાળા તા.વાંકાનેરમાં આજરોજ 28-06-2024 “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2024” ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના બાલવાટિકા અને ધોરણ – 1ના બાળકોને પ્રવેશ અપાવવા રોહિત પ્રજાપતિસાહેબ, સહાયક પ્રાદેશિક વાહન વ્યહવાર અધિકારી સાહેબશ્રી મોરબી, અને ગિરીશભાઈ સેરેયા સાહેબશ્રી ચીફ ઓફિસર શ્રી વાંકાનેર તથા લાયજન ઓફિસર ગિરિરાજસિંહ ઝાલા, ગામના
સરપંચશ્રી, તેમજ એસ.એમ.સી અધ્યક્ષ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને વિદ્યારંભ માટે પ્રવેશ કરાવી શિક્ષણ થકી તેમના ભાવી જીવન ઘડતર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ તકે શાળામાં સ્માર્ટ કલાસ અને કોમ્પ્યુટર લેબનું પણ મહેમાનના હસ્તે
ઉદ્ઘાટન કરવામાં આવેલ. તેમજ શાળામાં પ્રવેશ પામેલ તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ; આ પ્રસંગે SMC સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.