કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા

‘મળવા જેવા માણસ’

વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત હજ નસીબ થયેલ છે. તેઓ સિંધાવદરના જમાઈ છે. (વીડીભોજપરા પરાસરા કુટુંબનો આંબો સૌથી નીચે છે)

લોકશાળા- ચંદ્રપુરમાં અંજુમન ટ્રસ્ટ મારફતે અવારનવાર આયુર્વેદીક કેમ્પ થતા હતા, જેમાં સેવાભાવી સ્વભાવના કારણે પહેલેથી તેઓ સક્રિયપણે હિસ્સો લેતા હતા. આથી રાજકોટનાં ડોક્ટરોનાં સંપર્કમાં આવતા અને અનેક દર્દીઓને ઉપયોગી થતા હતા. મીરસાહેબે આરોગ્યક્ષેત્રે એક ટ્રસ્ટ બનાવી અને દર્દીઓને ઉપયોગી થવા મીમનજી હાજીસાહેબને જોડાવવા સૂચન કરતા તેમણે તે સ્વિકાર્યું.
આજથી ૨૭ વર્ષ પહેલા ૧૯૯૫માં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ત્યારથી મીમનજી હાજીસાહેબ પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. અનેક ગંભીર રોગગ્રસ્ત દર્દીઓને ઉપયોગી થઇ દુઆ મેળવી રહ્યા છે.

તા. ૧૬-૧૨-૧૯૯૫ થી પીર મશાયખ સાર્વજનિક હોસ્પીટલની રૂ. ૨ ના કેસથી શરૂઆત કરવામાં આવેલ. આજે એક વટવૃક્ષની જેમ સમગ્ર તાલુકામાં નામના મેળવી છે, કોરોના વખતની કામગીરીમાં વાહવાહી મેળવી છે, જેનો યશ હાજીસાહેબના ફાળે જાય છે. આજે આ હોસ્પીટલમાં ૧૦ વિભાગો ૨૪ કલાક કાર્યરત છે, એમ.ડી. થી માંડી ઓથોપેડિક, ડેન્ટીસ્ટ, ઓપીડી, એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે.

તેમનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન થયેલ છે. ઉપરાંત તત્કાલિન ગૃહમંત્રી અમીત શાહ, દિપચંદ ગાર્ડી, રાજકોટ કલેકટર હરીભાઇ પટેલ, માજી સાંસદ રમાબેન તથા માવજીભાઇ રામાણી, રાજ્યમંત્રી મૂળુભાઇ બેરા, વાંકાનેર મહારાજા દિગ્વીજયસિંહના હસ્તે સન્માન, શિલ્ડ મેળવેલ છે. વેપારી એસોસિયેશન વાંકાનેર અને પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા તેમની સેવાને
બિરદાવવામાં આવી છે. મોરારીબાપુના હસ્તે સર્વધર્મ સંમેલનમાં તા ૧૩-૩-૨૦૧૯ ના પંચાશિયા મુકામે સન્માન કરવામાં આવ્યું હતું.

હોસ્પીટલમાં અત્યાર સુધી ૨૭ વર્ષમાં અનેક દર્દીઓએ લાભ લીધેલ છે. ભૂકંપ વખતે ૯:૫૦ મિનિટે સરકારી હોસ્પીટલમાં હાજર રહી રાતના ૧૧ સુધી સેવા આપેલ હતી. વાંકાનેર ફર્સ્ટ ક્લાસ કોર્ટની અંદર કન્સીલેટર તરીકે ૧૦ વર્ષ ઉપરાંત, વીડીભોજપરા ગામને નિર્મળ ગામમાં સ્થાન મેળવવામાં પણ યોગદાન આપેલ છે.

કાલાવાડ તાલુકાના મેઘપરના લક્ષ્મીબેન પરમારને વાલ્વની બિમારીમાં ૧ લાખ ૫૦ હજારનું રોકડ અનુદાન મેળવવાનો પુરૂષાર્થ, જુની કલાવડીના કડીવાર રીમીબેન વલીભાઇને મોંધું ઓપરેશન પ્રાઇવેટમાં ફ્રી માં, અરણીટીંબાના એક બહેન દાઝી જતા રાજકોટ ગોંધીયામાં ૩૬ બોટલ લોહીની વ્યવસ્થા પણ તેમણે કરી આપી હતી. રાજાવડલાના મુનીર ઇબ્રાહીમ વડાવીયા સાયકલ પરથી પડી જતા જેના ઓપરેશન વખતનું યોગદાન કાબિલે દાદ છે. આવા અનેક દાખલાઓ છે. રાજકોટના લગભગ ડોક્ટરોનાં સંપર્કમાં છે.

તેઓ બૈયતુલમાલ ટ્રસ્ટના પ્રમુખ, વાંકાનેર ગ્રામ્ય શાખાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, બ્લોક એડવાઇઝરી કમિટી પી.સી.પી. એન.ડી.ટી. એકટ અને બેટી બચાઓ અભિયાનના ભૂતપૂર્વ પ્રમુખ છે. શ્રી પીર કાસિમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટના સભ્ય, ભૂતપૂર્વ સભ્ય વાંકાનેર શહેર તાલુકા ચાંદ કમિટી, ભૂતપૂર્વ સભ્ય તાલુકા તીર્થગામ– પાવન ગામ યોજના, ભૂતપૂર્વ સભ્ય વનમહોત્સવ ઉજવણી આયોજન કમિટી, સીટી પોલીસ સ્ટેશન સલાહકાર સમિતિના ભૂતપૂર્વ સભ્ય, એસ.એસ.એ. શિક્ષણ સમિતી સભ્ય, રક્ષિત વ્ય. માટેના સલાહકાર સમિતિ- રામપરા અભ્યારણ્યમાં પણ સ્થાન પામ્યા હતા.

ગાંધીનગરથી ‘મળવા જેવા માણસ’ અંતર્ગત કરવામાં આવેલ સર્વેમાં ત્રણ વ્યકિત અને સંસ્થા પૈકીના એક છે. વાંકાનેર તાલુકાના મોમીન સમાજ સમાધાન પંચમાં સભ્ય, ગ્રામ પંચાયતમાં બે વર્ષ સભ્ય તરીકે બીનહરીફ. વાંકાનેર સ્થાપ્નાના ૪૦૦ વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ૧૧ જણાની કમિટીમાં સભ્ય, પ્રાંત કચેરીની તકેદારી અને મોનિટરીંગ સમિતિમાં સભ્ય, માળિયા નવલખીના સુનામી વખતે રૂબરૂ મુલાકાત લીધેલ. ભૂકંપ વખતે કચ્છમાં ૫૦૦ બોટલ લોહીની સપ્લાયની તેમણે ઓફર કરેલી, તાલુકાના વોટરશેડમાં પસંદ પામેલા ૭ ગામો પૈકી વીડીભોજપરાની પસંદગી થતા ૩૦-૩૫ લાખના ચેકડેમો અને વનીકરણના કામ કરેલા, કામો અધિકારીગણે વખાણેલ. તેમના ઘરે નુરજહાંબેન બાબીએ સભા સંબોધેલી.

-તેમની લોકઅદાલતમાં સક્રિય કામગીરી રહી છે. ગ્રાહક સુરક્ષામાં વીજબીલમાં રાહત, જમીન સંપાદન, ખેતવિષયક સામગ્રીમાં ઘણાને વળતર અપાવેલ છે.
આમ, તાલુકાની જનતાને તેમની સેવાની સુવાસનો સારો ફાયદો મળી રહ્યો છે. ઇચ્છીએ કે અવિરત મળતા રહે…એમની સેવાને સમાજ લાંબા સમય સુધી યાદ કરશે.

મીમનજી હાજીસાહેબ: મો- 98792 29366
આલેખન:- નઝરૂદીન બાદી:

મો – 78743 40402

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!