વાંકાનેરથી 12 કિલોમીટર દુર તાલુકાના પાડધરા ગામે આવેલ રામદેવ પીર મંદિરને 28 વર્ષ પુર્ણ થતા સમસ્ત પાડધરા ગામ આયોજીત
28મી ભવ્ય શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.7-7 ના રોજ પાટોત્સવ
નિમિતે નૂતન ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના અનેકવિધ પ્રસંગો ઉજવાશે.
જેમાં તા.7ના રોજ સવારે આઠ વાગ્યે નિજમંદિરેથી ઢોલ-નગારા અને ડી.જે.સથવારે પ્રસ્થાન થઈ ગામના વિવિધ માર્ગો પર ફરી બપોરે 12
કલાકે નિજમંદિર પહોંચશે ત્યારબાદ ભાવિક ભકતજનો સહિત સમસ્ત ગ્રામજનો માટે 12.30 કલાક સાંજના 6.30 કલાક સુધી ધુમાડાબંધ
મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમ ગામના અગ્રણી આગેવાનો ઘનશ્યામભાઈ તથા ભાણજીભાઈ (મંત્રી) એ જાહેર આમંત્રણ સાથે યાદી આપતા જણાવ્યું છે.