સમઢીયાળા અને રાતડીયાના સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા
વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ અને રાતડીયા ગામેથી સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે માળિયા મિયાણા તાલુકામાં હરીપર પાસે દેવ સોલ્ટ નજીક રસ્ત ઉપર ત્રણ પદયાત્રીઓને ડમ્પરના ચાલકે હડફેટે લીધા હતા અને તે પૈકીના એક વ્યક્તિને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી

તેનું મોત નીપજયું હતું અને અન્ય બે વ્યક્તિઓને ઇજા થઈ હોવાથી માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા મહેશભાઈ ધીરુભાઈ ઘણાદીયા જાતે કોળી (૨૩)એ હાલમાં ડમ્પર નંબર જીજે ૧૦ ટી ૧૪૫૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાના ગામથી સંજયભાઈ સાથે માતાના મઢ જવા માટે રવાના થયા હતા અને

રાતડીયા ગામેથી તેના માસીનો દીકરો કિશન મેર, તેના ગામના જેરામભાઈ મેર, ગોરધનભાઈ ડાભી વિજયભાઈ મેર અને પ્રકાશભાઈ તેઓની સાથે માતાના મઢ પગપાળા ચાલીને જવા માટે થઈને રવાના થયા હતા અને માતાના મઢ જતા સમયે તેઓ બધા માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ પાસે દેવ સોલ્ટ નજીકથી ચાલીને પસાર થઈ રહ્યા હતા

ત્યારે ફરિયાદી અને સંજયભાઈ બંને પાછળ ચાલતા હતા અને ગોરધનભાઈ, જેરામભાઈ તથા પ્રકાશભાઈ તેઓની આગળ ચાલતા જતા હતા અને તેનાથી આગળના ભાગમાં કિશનભાઇ અને વિજયભાઈ ચાલીને જતા હતા દરમિયાન ડમ્પરના ચાલકે બેફિકરાઇથી પોતાનું ડમ્પર ચલાવીને પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈને હડફેટ લીધા હતા

જેથી કરીને તે ત્રણેયને ઇજા થઈ હતી જેમાં પ્રકાશભાઈ સવજીભાઇ સારદીયા (૨૨) ના માથા ઉપરથી ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું જેથી કરીને માથું ચગદાઈ જવાના કારણે તેનો મોત નીપજયું હતું જો કે. ગોરધનભાઈ અને જેરામભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંને સહિત ત્રણેયને તાત્કાલિક માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને
ત્યાં પ્રકાશભાઈને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની તેઓના પરિવારજનને જાણ કરવામાં આવતા પ્રકાશભાઈના પિતા સવજીભાઈ અને તેના પરિવારજનો ત્યાં આવ્યા હતા અને તેની ડેડબોડી તેને સોંપવામાં આવી હતી જોકે, આ બનાવ સંદર્ભે હાલમાં મહેશભાઈ ધણાદિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધી આરોપી રણછોડભાઇ પ્રેમાભાઇ માવી (૩૦) રહે. તળવી ફળીયુ તાલુકો રાણાપુર જીલ્લો જાંબવા (એમપી) વાળાની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે

