કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બહુચરાજીના પદયાત્રીઓનું રામધામ ખાતે સન્માન

બહુચરાજીના સંઘમાં પાટણ, સુરત-અમદાવાદ સહિતના વિસ્તારોના ભાવીકો જોડાયા

વાંકાનેર: મુળ બહુચરાજી ગામના વતની ઠકકર જયંતિલાલ શિવાજીના પરિવાર દ્વારા બહુચરાજીથી વીરપુર પગપાળા સંઘ લઈ જવાની પરંપરા આજે 43 વર્ષ પછી પણ અકબંધ છે.

આ પગપાળા સંઘનું છેલ્લા એકત્રીસ વર્ષથી નેતૃત્વ સંભાળતા આયોજક નરેશભાઈ ઠકકર પણ પોતે આ યાત્રામાં જોડાઈ અને અન્ય ભાવીકોનો પણ ઉત્સાહ-ઉમંગ વધારી રહ્યા છે.

સતત 10 દિવસ ચાલતી આ પગયાત્રામાં અઢારેય વરણના ભાવિક ભકતજનો હોશભેર જોડાતા હોય છે અને ધન્યતાની લાગણી અનુભવતા હોય છે.

આ તમામ પદયાત્રીઓના હાથમાં ધજા અને મુખમાં પૂ. જલારામ બાપાનું નામ સાથે વિરપુર તરફ પ્રયાણ કરતા ગામે-ગામ આ યાત્રાનું સ્વાગત કરાતુ હોય છે ત્યારે ચોટીલા-બાઉન્ડ્રી વચ્ચે નિર્માણધીન રામધામના પાટીયા પાસે પહોંચતા જ રામધામના ટ્રસ્ટી, વાંકાનેર લોહાણા યુવક મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપના હોદેદારો સહિતના મોટી સંખ્યામાં આ પદયાત્રીકોને સન્માન કરવા

રામધામના પાટીયા પાસે રાત્રીના ઉત્સાહભેર પહોંચ્યા હતા.આ સમગ્ર આયોજનમાં શ્રી રામધામના ટ્રસ્ટી ગીરીશભાઈ કાનાબાર, વિનુભાઈ કટારીયા, લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ભીંડોરા, ઉતમભાઈ રાજવીર, દિલીપભાઈ પુજારા, જગદીશભાઈ રાજવીર, કાંતીલાલ કુમખાણીયા, મહેશભાઈ રાજવીર, બટુકભાઈ બુદ્ધદેવ, વિજયભાઈ પુજારા, મુનાભાઈ બુદ્ધદેવ તથા ગોંડલના ભાવેશભાઈ સોલાની સહિતના રઘુવંશી આગેવાનો દ્વારા ઉપરોક્ત પદયાત્રીના તમામ જલારામ ભકતજનોને સન્માનીત કરાયા હતા અને તમામ પદયાત્રીકોની યાત્રા મંગલમય રહે તેવી શુભકામના રામધામના ટ્રસ્ટીઓ તરફથી પાઠવવામાં આવી હતી ત્યારબાદ આ યાત્રા વિરપુર તરફ પ્રયાણ કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!