દારુલ ઉલુમ ગૌષે સમદાની અને તાલુકા પોલીસ સ્ટેશન સહભાગી રહ્યા
વાંકાનેર: પોલીસ અધિક્ષક શ્રીની કચેરી મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે દારુલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયારાજ ખાતે પોલીસ અધિક્ષકશ્રી મોરબીના માર્ગદર્શન મુજબ સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહના શિક્ષણ વ્યવસ્થા વિશે માર્ગદર્શન માટેના સેમિનારનું તારીખ 25-11-2024 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું…
આ સેમિનારમાં વાંકાનેર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી દિલીપ ખરાડીસાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી એસ.આર.બાદી, ગનીભાઇ દેકાવાડીયા, પ્રદેશ કારોબારી સદસ્ય (માઈનોરિટી) ભારતીય જનતા પાર્ટી, વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મૌલાના અમિનસાહેબ તેમજ સંસ્થાના કર્મચારીગણ હાજર રહેલ હતા…
પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહોના શિક્ષણ વિશે તેમજ વર્તમાન પ્રવાહમાં ચાલતા દેશ અને દુનિયાની વિવિધ યોજનાઓ, માહિતી વિશે અપડેટ રહેવા, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરવા માટેના શિક્ષણ પર ભાર મુકેલ. પીઆઇ સાહેબ દ્વારા સંસ્થા વિશે અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગતો મેળવી વિદ્યાર્થીઓની સફળતા જાણી એમની કામગીરીને બિરદાવેલ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી આવેલ બાદીસાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શિક્ષણ વિશે સમજ આપવામાં આવી. ભારતીય બંધારણ મુજબ અને ઇસ્લામિક રીતે જીવનમાં સ્વચ્છતા અને શિક્ષણનું મૂલ્ય શું છે, કઈ રીતે મહત્વ ધરાવે છે; તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું…
વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલ અધિકારીઓને આવકારી સંસ્થાની કામગીરી અને તેમાં ચાલતા અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ તેમજ સંસ્થાના ભૂતકાળના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ હાલમાં કઈ જગ્યાએ શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી અને કેવી રીતે પોતાની ફરજો બજાવે છે; તેના વિશે પણ ખૂબ જ મહત્વની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા….