વાંકાનેરના રાજવી સ્વ.દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ૨ વર્ષમાં ૮૬ હજાર વૃક્ષોનું વાવેતર એ પ્રશંસનિય પ્રવૃત્તિ
વાંકાનેર: વાંકાનેરના રાજવી અને પૂર્વ પર્યાવરણ કેન્દ્રીય મંત્રી સ્વ. ડો. દિગ્વિજયસિંહ પી. ઝાલાની યાદમાં વર્ષ-૨૨માં ૧૬ હજાર વૃક્ષો વાવવામાં આવેલ હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં વધુ ૭૦ હજાર વૃક્ષો વાવી પુજ્ય સ્વ.દિગ્વિજયસિંહજી બાપુની યાદમાં કુલ ૮૬ હજાર વૃક્ષો વનવિભાગ, પર્યાવરણ પ્રેમી, કાર્યકર્તાઓનો સાથે સહકારથી સાંસદ (રાજયસભા)ના શ્રી કેશરીદેવસિંહ ડી.ઝાલાએ આ સિધ્ધ પ્રાપ્ત કરી હતી.
શ્રી કેશરીદેવસિંહજી ઝાલા તથા કિશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, આ વૃક્ષારોપણ કાર્ય ચાલુ રહેશે, કારણ કે પુજ્ય પિતાશ્રી સ્વ. ડો. દિગ્વિજયસિંહ બાપુને પર્યાવરણ પ્રત્યે બહુ પ્રેમ હતો. માટે જ તેમને કેન્દ્રમાં પણ પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પુજ્ય બાપુની યાદમાં છેલ્લા બે વર્ષમાં ૮૬ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ તમામ સહયોગી લોકોનો આભાર વ્યકત કર્યો હતો.