રાતાવીરડા ગામે પાંચ જુગારીઓને પકડી પાડયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંકમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયાના રહેણાંકમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, ચંદુભાઈ સોમાભાઈ ઉકેડીયા, મહેશભાઈ જીણાભાઇ મેરજીયા, બળદેવભાઈ હેમુભાઈ ઉકેડીયા અને દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા રહે.તમામ રાતાવીરડા વાળાઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓના જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 16,050 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.