વાંકાનેર: કુંભારપરા ચોક અને પાડધરાના શખ્સ પોલીસખાતાની ઝપટે ચડયા છે…
વાંકાનેર કુંભારપરા ચોક પાસે રહેતા નલીનભાઇ હરીભાઇ મેર જાહેર ખુલ્લી જગ્યામા કુંભારપરા પુલ પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂ. ૩૨૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયો છે…
પાડધરાના ગોવીંદભાઈ વાલજીભાઈ ડેણીયા (ઉ.વ.26) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળુ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નંબર જી.જે. ૩૬ એ.ડી. ૬૨૯૨ કી.રૂ.૩૦ ,૦૦૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…