વાંકાનેર: ઢુવા – માટેલ રોડ સબસ્ટેશન પાસેથી એક કારમાં ચાર જણા નશો કરેલી હાલતમાં પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાંથી એક જણા પાસેથી છરી પણ મળી આવી છે….
વાંકાનેર તાલુકાના સતાપરના હકાભાઈ કેસાભાઈ ગણાદીયા (27) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં કાર ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી સેલેરીયો કાર રજી. નંબર જી.જે. ૩૬ એ.એફ. ૦૬૬૨ કી.રૂ.૪૦૦૦૦૦ વાળી જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩, ૧૮૧ તથા
પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬ ૧ બી મુજબ નોંધાયો છે. ઉપરાંત તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી મળી આવતા જી.પી.એકટ કલમ ૩૭૧,૧૩૧૩૫ અને જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામા નં.જે/એમએજી/ક.૩૭(૧)જા. નામુ/વશી ૨૨૧૦/૨૦૨૪ તા.૨૩/૧૦/૨૦૨૪ નો ભંગ કરતા ગુન્હો નોંધાયો છે…
એમની સાથે કારમાં (1) નારિયેળી (ચોટલા) ના સંજય નરશીભાઈ મકવાણા (2) ગુંદાખડાના વિહા માધાભાઇ સાપરા અને (3) ગુંદાખડાના જ ભગવાન સોમાભાઈ સરવૈયા નશો કરેલી હાલતમાં મળી આવતા ગુન્હો નોંધાયો છે…