વાંકાનેર: મકરસંક્રાતિ આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઈ એચ.વી. ધેલા અને તેની ટીમના પીએસઆઇ વી.કે. મહેશ્વરી તેમજ
પીએસઆઇ જે એલ ઝાલા સહિત વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફ જમાદાર મુકેશ ચાવડા અને ટ્રાફિક જમાદાર ભોજરાજસિંહ ઝાલા સહિતના સમગ્ર પોલીસને મકરસંક્રાત અંતર્ગત સરપ્રાઈઝ ચેકિંગ પ્રતિબંધિત દોરીઓની દુકાનો સ્ટોલને ચેક કરી ઝુંબેશ હાથ ધરી હતી અને ટુ- વ્હીલરોને જોખમી દોરીથી ઇજા ના થાય તે માટે
લોકો જાગૃત થાય તેવા હેતુથી પોસ્ટરોમાં વાહનોમાં જાહેર માર્ગો પર સંદેશ પાઠવ્યા હતા અને ટુવહીલરોમાં દોરીથી અકસ્માતથી વાહન ચાલક જખમીના થાય તે માટે પ્રોટેક્શન રીલ મોટરસાયકલમાં લગાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી…